Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચન ૮૩ વર્ષની ઉંમરે પણ સવારે ૪ વાગ્યા સુધી કામ કરે છે

અમિતાભ બચ્ચન ૮૩ વર્ષની ઉંમરે પણ સવારે ૪ વાગ્યા સુધી કામ કરે છે

Published : 08 June, 2026 10:50 AM | Modified : 08 June, 2026 10:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારે બપોરે લગભગ ૧ વાગ્યે કરેલી પોસ્ટમાં અમિતાભ બચ્ચને લખ્યું હતું...

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


અમિતાભ બચ્ચન ૮૩ વર્ષની ઉંમરે પણ સતત સક્રિય છે અને પોતાના કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરીને જણાવ્યું હતું કે હું લાંબા સમય સુધી કામ કરી રહ્યો છું અને ઘણી વાર તો આખી રાત કામમાં વ્યસ્ત રહું છું.

શનિવારે બપોરે લગભગ ૧ વાગ્યે કરેલી પોસ્ટમાં અમિતાભ બચ્ચને લખ્યું હતું, ‘હમણાં જ ઊઠ્યો છું. સવારે ૪ વાગ્યા સુધી કામ કર્યું. હવે ફરી કામ માટે તૈયાર છું. બધા સ્વસ્થ રહો. તડકા અને ગરમીથી સાવચેત રહો. શરીરમાં પાણીની કમી ન થવા દો.’



એ પછી અલગ પોસ્ટમાં અમિતાભે જીવન અને મુશ્કેલીઓ વિશે પોતાના વિચાર વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘સમસ્યાઓ વિશે એક સારી વાત એ છે કે સમસ્યાઓ તો રહેવાની જ છે એથી દરેક સમસ્યાનો તરત જ સામનો કરવો જરૂરી નથી. દરેક દિવસ કંઈક નવું શીખવે છે. ઘણી વખત કોઈ પરેશાની આપણને એના વિશે વધુ સમજ અને જ્ઞાન આપે છે જે આપણને વધુ સમજદાર બનાવે છે. જીવનમાં ‘જો’ અને ‘પણ’ જેવી પરિસ્થિતિઓ જ જીવનને જીવવા યોગ્ય બનાવે છે અને સકારાત્મકતા સાથે આગળ વધવાની શક્તિ આપે છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK