Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંબરનાથમાં બિલાડીને બારમા માળથી ધક્કો મારીને મારી નાખી

અંબરનાથમાં બિલાડીને બારમા માળથી ધક્કો મારીને મારી નાખી

Published : 28 July, 2026 08:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રૉયલ ફ્લોરા બિલ્ડિંગમાં વહેલી સવારે એક વૃદ્ધે બિલાડીને અચાનક જ નીચે ફેંકી દીધી

આ વ્યક્તિએ બિલાડીને ધક્કો માર્યો હતો.

આ વ્યક્તિએ બિલાડીને ધક્કો માર્યો હતો.


અંબરનાથ-ઈસ્ટના પાલેગાવ વિસ્તારમાં આવેલા રૉયલ ફ્લોરા બિલ્ડિંગમાં રવિવારે સવારે એક વૃદ્ધે બારમા માળેથી બિલાડીને ધક્કો મારીને મારી નાખવાની ક્રૂર ઘટના બહાર આવી છે. બિલ્ડિંગમાં લગાડવામાં આવેલા CCTV કૅમેરામાં એ ઘટના ઝિલાઈ ગઈ હતી.  

આ ઘટના બિલ્ડિંગની A વિંગના બારમા માળે બની હતી. રવિવારે સવારે ૫.૪૫ વાગ્યે બારમા માળે ડક્ટની દીવાલ પર એક બિલાડી ચાલી રહી હતી. આ સમયે એક પાગલ માણસ ધીમાં પગલાં સાથે ત્યાં આવે છે. તે માણસ વૃદ્ધ દેખાય છે. જેમ-જેમ પાગલ માણસ બિલાડીની નજીક જાય છે, બિલાડી ડરી જાય છે. થોડી વારમાં તે બિલાડીને ધક્કો મારીને ડક્ટમાંથી નીચે ધકેલી દે છે. વૃદ્ધના હાથમાં રૂમાલ પણ દેખાય છે. આ પછી તે બિલાડી નીચે પડી ગઈ છે કે નહીં એ જોવા માટે નીચે ઝૂકે છે. એ પછી તે ત્યાંથી ચાલ્યો જાય છે. આ આખી ઘટના રૉયલ ફ્લોરા બિલ્ડિંગના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના આ વિડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટના સવારે બની હોવાથી બિલ્ડિંગના પરિસરમાં કોઈ દેખાતું નથી.



બારમા માળે આવેલા બધા રૂમના દરવાજા બંધ છે એટલે પાગલ માણસ આ ચોંકાવનારું કૃત્ય કરી શક્યો. આ ઘટનામાં બિલાડીએ જીવ ગુમાવ્યો છે. આ અંગેની માહિતી મળતાં બિલ્ડિંગના રહેવાસીઓ ગુસ્સે ભરાયા છે. આ કિસ્સામાં હવે આ વૃદ્ધ સામે પ્રાણી સંરક્ષણ કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે. જોકે તેણે બિલાડીને કેમ ધક્કો માર્યો? બારમા માળેથી બિલાડીને ધક્કો મારવાનું કારણ શું છે? આ માહિતી હજી સુધી પ્રકાશમાં આવી નથી. 


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK