Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રાઇમરી સ્કૂલના ટીચર્સને BLOની નિયમિત ડ્યુટી આપવી યોગ્ય નથી

પ્રાઇમરી સ્કૂલના ટીચર્સને BLOની નિયમિત ડ્યુટી આપવી યોગ્ય નથી

Published : 28 July, 2026 07:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિક્ષકોના વધારાના કામને કારણે બાળકોના શિક્ષણ પર અસર થતી હોવાનું કહીને કોર્ટે કહ્યું...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૉમ્બે હાઈ કોર્ટની કોલ્હાપુર બેન્ચે પ્રાઇમરી સ્કૂલના ટીચર્સને  નિયમિત સોંપવામાં આવતા ઇલેક્શનના બૂથ લેવલ ઑફિસર (BLO)ના કામ બદલ રાજ્ય સરકારને સવાલ કર્યો છે અને બે અઠવાડિયાંમાં એનો જવાબ આપવા જણાવ્યું છે.

ટીચર્સને ઇલેક્શનની ડ્યુટી પર જોતરવામાં આવતા હોવાથી મહારાષ્ટ્ર રાજ્ય પ્રાથમિક શિક્ષક મહાસંઘ અને જિલ્લા પરિષદની તથા સુધરાઈની સ્કૂલના શિક્ષકો દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં બૉમ્બે હાઈ કોર્ટની કોલ્હાપુર બેન્ચના જસ્ટિસ મિલિંદ જાધવ અને નંદેશ દેશપાંડેએ કહ્યું હતું કે ‘ટીચર્સને ચૂંટણીના દિવસે કે રવિવારના દિવસે ચૂંટણીલક્ષી કામ સોંપાય તો એ ઠીક છે. બાકી રેગ્યુલર દિવસોમાં તેમને એ કામ ન સોંપવું જોઈએ. નહીં તો પછી એને કારણે બાળકોની ભણાવવાની તેમની ફરજ પર માઠી અસર પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK