વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મુંબઈના વર્સોવામાં ₹18.29 કરોડનો લક્ઝરી ફ્લૅટ ખરીદ્યો છે. 2644 સ્ક્વેર ફુટના આ ફ્લૅટ સાથે ખાસ પ્રાઇવેટ એરિયા અને ત્રણ કાર પાર્કિંગની સુવિધા પણ છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વર્સોવામાં આવેલો એક લક્ઝરી ફ્લૅટ ૧૮.૨૯ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ૨૬૪૪ સ્ક્વેર ફુટનો ફ્લૅટ વર્સોવા વિસ્તારમાં આવેલા ગોદરેજ સ્કાયશોર બિલ્ડિંગમાં આવેલો છે. આ ફ્લૅટ સાથે ૩૧૬ સ્કવેર ફુટનો સ્પેશ્યલ અલાયદો એરિયા તેમ જ ત્રણ કાર પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે. આ પ્રૉપર્ટીનો સોદો ૨૧ જુલાઈએ રજિસ્ટર્ડ થયો હતો.
