Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૈવાનને મળ્યું U/A 16+ સર્ટિફિકેટ

હૈવાનને મળ્યું U/A 16+ સર્ટિફિકેટ

Published : 09 September, 2026 10:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની ‘હૈવાન’ને CBFC તરફથી U/A 16+ સર્ટિફિકેટ મળ્યું છે. ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મનો રનટાઇમ ૧૬૪ મિનિટ છે અને બન્ને કલાકારો ૧૮ વર્ષ બાદ સાથે જોવા મળશે.

હૈવાન

હૈવાન


અક્ષય કુમાર અને સૈફ અલી ખાનને લીડ રોલમાં ચમકાવતી થ્રિલર ફિલ્મ ‘હૈવાન’ ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી U/A 16+ સર્ટિફિકેટ મળી ગયું છે. U/A 16+ સર્ટિફિકેટ ધરાવતી ફિલ્મ તમામ ઉંમરના દર્શકો જોઈ શકે છે, પરંતુ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના દર્શકોને માતા-પિતાના માર્ગદર્શન હેઠળ ફિલ્મ જોવાની સલાહ આપવામાં આવે છે. ફિલ્મનો રનટાઇમ ૧૬૪ મિનિટનો છે. ડિરેક્ટર પ્રિયદર્શનની આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની સુપરહિટ જોડી લગભગ ૧૮ વર્ષ બાદ મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મમાં અક્ષય કુમાર નેગેટિવ ભૂમિકામાં છે, જ્યારે સૈફ અલી ખાન દૃષ્ટિહીન વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે. આ ઉપરાંત બમન ઈરાની, શારિબ હાશ્મી અને સૈયામી ખેર પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK