આ ફિલ્મનું શૂટિંગ ઑગસ્ટ ૨૦૨૫થી શરૂ થવાનું છે અને એ આગામી વર્ષે થિયેટરોમાં રિલીઝ થશે
અક્ષયકુમાર અને સૈફ અલી ખાન
અક્ષયકુમાર અને પ્રિયદર્શન હૉરર-કૉમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’માં સાથે કામ કરી રહ્યા છે. હવે પ્રિયદર્શને સોશ્યલ મીડિયા પર અક્ષય સાથેની તેની આગામી ફિલ્મ ‘હૈવાન’ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ઑગસ્ટ ૨૦૨૫થી શરૂ થવાનું છે અને એ આગામી વર્ષે થિયેટરોમાં રિલીઝ થશે. અક્ષય અને સૈફ આ પહેલાં ‘મૈં ખિલાડી તૂ અનાડી’, ‘યે દિલ્લગી’, ‘ટશન’ અને ‘આરઝૂ’માં સાથે કામ કરી ચૂક્યા છે. રિપોર્ટ પ્રમાણે ‘હૈવાન’ એ પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ની હિન્દી રીમેક છે.

