આદિપુરુષ રામ ભગવાન પરથી બનાવવામાં આવી હોવાથી મેકર્સ આ ફિલ્મના પ્રોમોને ત્યાં રિલીઝ કરી રહ્યા છે

પ્રભાસ અને આદિપુરુષ ની ટીમ
પ્રભાસ તેની આગામી ફિલ્મ ‘આદિપુરષ’ના ટીઝરને ગાંધીજયંતીના દિવસે અયોધ્યામાં લૉન્ચ કરવા જઈ રહ્યો છે. ઓમ રાઉત દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં ક્રિતી સૅનન અને સૈફ અલી ખાને પણ કામ કર્યું છે. ઉત્તર પ્રદેશનું અયોધ્યા રામની જન્મભૂમિ છે. આદિપુરુષ રામ ભગવાન પરથી બનાવવામાં આવી હોવાથી મેકર્સ આ ફિલ્મના પ્રોમોને ત્યાં રિલીઝ કરી રહ્યા છે. ત્યાં ઘણી પ્રમોશનલ ઍક્ટિવિટીઝ પણ યોજવામાં આવશે. આ ફિલ્મની કાસ્ટમાંથી કોણ–કોણ હાજર રહેશે એ માટે હજી સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી એટલું જ નહીં, પ્રભાસ દશેરાના દિવસે દિલ્હીના રામલીલા ગ્રાઉન્ડ પર રાવણ દહનમાં પણ જોવા મળશે. આ ફિલ્મને બાર જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે.

