Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Adipurush:અજગર વચ્ચે લપેટાયેલા લંકેશને જોઈને પ્રેક્ષકો પેટ પકડીને હસ્યા, જુઓ મીમ્સ

Adipurush:અજગર વચ્ચે લપેટાયેલા લંકેશને જોઈને પ્રેક્ષકો પેટ પકડીને હસ્યા, જુઓ મીમ્સ

Published : 16 June, 2023 04:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રભાસ (Prabhash),ક્રિતી સેનન (Kriti Sanon)અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ની ફિલ્મ `આદિપુરુષ` (Adipurush Film)રિલીઝ થઈ ગઈ છે. પરંતુ કલાકારોના લૂક અને સંવાદ પર દર્શકો તેમને ટ્રોલ કરી મીમ્સ શેર કરી રહ્યાં છે.

આદિપુરુષ ફિલ્મ પર મીમ્સ

આદિપુરુષ ફિલ્મ પર મીમ્સ


પ્રભાસ (Prabhash),ક્રિતી સેનન (Kriti Sanon)અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ની ફિલ્મ `આદિપુરુષ` (Adipurush Film)બોક્સ ઓફિસ પર રીલિઝ થઈ ગઈ છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શકો ફિલ્મ જોવા માટે ઉમટી પડ્યા હતા. પરંતુ `આદિપુરુષ` (Adipurush Film)દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. વાલ્મીકિના મહાકાવ્ય `રામાયણ` પર આધારિત આ ફિલ્મમાં ન તો દર્શકોને પ્રભુ શ્રી રામના પાત્રમાં પ્રભાસ પસંદ આવી રહ્યા છે અને ન તો `રાવણ` તરીકે સૈફ અલી ખાનનો લુક લોકોને પસંદ આવી રહ્યો છે. `આદિપુરુષ` (Adipurush Film)રિલીઝ થયા બાદ ફિલ્મના પાત્રો પરના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. બોલિવૂડ લાઈફના આ અહેવાલમાં જુઓ `આદિપુરુષ` (Adipurush)સાથે જોડાયેલા મીમ્સ.


આ મીમમાં સૈફ અલી ખાન (Saif Ali Khan)સાથે રામાનંદ સાગરના `રાવણ`નો ફોટો મૂકવામાં આવ્યો છે, જેના પર લખ્યું છે- "મુઝમે લાખો બુરાઈયા હતી પણ હું છપરી ન હતો." તો ત્યાં બીજી એક મીમમાં લખ્યું છે કે જો આજે રામાનંદ સાગર જીવતા હોત તો જીવતા મરી ગયા હોત.





 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sangam (@notsangam)

Login • Instagram https://www.instagram.com SVG namespace https://www.w3.org

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Idle Bulb Memes ? (@idle_bulb)

પ્રભાસની ‘આદિપુરુષ’ ૫૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની છે અને એની રિલીઝ અગાઉ ફિલ્મે ૪૩૨ કરોડ રૂપિયા મેળવી લીધા. આ ફિલ્મમાં ક્રિતી સૅનન, સૈફ અલી ખાન અને સની સિંહ લીડ રોલમાં છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. ફિલ્મ 16 જૂને થિયેટરમાં રિલીઝ થઈ જશે. જોકે ફિલ્મના રિલીઝ પહેલાં જ બજેટનો 85 ટકા ભાગ રિકવર થઈ ગયો છે. એવું જાણવા મળ્યું છે કે સૅટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ અને ડિજિટલ રાઇટ્સમાંથી ફિલ્મને 247 કરોડ રૂપિયા મળ્યા છે. સાથે જ સાઉથમાં આ ફિલ્મ રિલીઝ થવાથી 185 કરોડ રૂપિયા નક્કી મળશે એવો અંદાજ લગાવવામાં આવે છે એટલે એમ કહી શકાય કે રિલીઝ પહેલાં જ થોડો ઘણો બિઝનેસ થઈ ગયો હતો. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by theboysthing_ (@theboysthing_)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by senseless_memer (@senseless_memer__)

તમને જણાવી દઈએ કે પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ `આદિપુરુષ` વાલ્મીકિના મહાકાવ્ય રામાયણ પર આધારિત છે. આ ફિલ્મમાં જ્યાં અભિનેતા પ્રભાસ ભગવાન રામનું પાત્ર ભજવી રહ્યો છે, ત્યાં અભિનેત્રી કૃતિ સેનન માતા સીતાનો રોલ કરી રહી છે. આ ફિલ્મમાં એક્ટર સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે અને ભૂષણ કુમારની ટી-સીરીઝ દ્વારા નિર્મિત છે.

 

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2023 04:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK