આ બન્ને ‘આદિપુરુષ’માં રામ અને સીતાના રોલમાં દેખાવાનાં છે. આ ફિલ્મ આવતી કાલે રિલીઝ થવાની છે.
પ્રભાસ
ક્રિતી સૅનનને પ્રભાસની આંખો એક્સપ્રેસિવ લાગે છે. આ બન્ને ‘આદિપુરુષ’માં રામ અને સીતાના રોલમાં દેખાવાનાં છે. આ ફિલ્મ આવતી કાલે રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેમની સાથે સૈફ અલી ખાન અને સની સિંહ પણ જોવા મળશે. ઓમ રાઉતે ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મનું પ્રમોશન ખૂબ ચાલી રહ્યું છે. એ દરમ્યાન પ્રભાસ સાથે કામના અનુભવ વિશે પૂછવામાં આવતાં ક્રિતી સૅનને કહ્યું કે ‘મેં એવું સાંભળ્યુ હતું કે તે ખૂબ રિઝર્વ્ડ છે. શરૂઆતમાં મને જાણ થઈ કે તે એક શરમાળ વ્યક્તિ છે. મેં તેની સાથે મારી પહેલી તેલુગુ ફિલ્મ વિશે ચર્ચા કરી હતી. હું જે ભાષા જાણતી નહોતી મારા માટે એ ભાષામાં કામ કરવું ખૂબ અઘરું હતું. ત્યાર બાદ ધીમે-ધીમે તેણે વાત કરવાનું શરૂ કર્યું. તે અતિશય વિનમ્ર, ઉમળકાથી ભરેલો અને સન્માનનીય છે. તેની આંખો એક્સપ્રેસિવ છે અને તે શાંત સ્વભાવવાળો છે. તેના સિવાય ‘આદિપુરુષ’માં રાઘવનું પાત્ર બીજું કોઈ ભજવે એ કલ્પી પણ ન શકું.’


