ફૅન્સ માટે પહેર્યાં સલવાર-કુર્તા હવે સાડી પહેરીને દેખાડશે
મુમતાઝ
મુમતાઝ ૭૭ વર્ષનાં થઈ ગયાં છે, પણ હજી તેમનો ચાર્મ જળવાયેલો રહ્યો છે. હાલમાં મુમતાઝે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તેમણે કહ્યું છે, ‘નમસ્તે... તમે કહ્યું હતુંને કે તમે મને પરંપરાગત ભારતીય પોષાકમાં જોવા માગો છો, તો મેં પણ તમારા માટે ભારતીય ડ્રેસ પહેરી લીધો છે. આશા છે કે તમને ગમશે. લવ યુ.’
મુમતાઝે આ પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું, ‘મારા ફૅન્સ મને ભારતીય પોષાકમાં જોવા ઇચ્છતા હતા એટલે આજે મેં તેમને માટે સલવાર-કુર્તા પહેરી લીધાં છે. નેક્સ્ટ ટાઇમ હું સાડી પહેરીશ. પ્લીઝ, મને કહેજો કે મને કયો ડ્રેસ વધારે સારો લાગે છે? સાડી કે ચૂડીદાર-કુર્તા...’
ADVERTISEMENT
મુમતાઝે ૧૯૭૪માં બિઝનેસમૅન મયૂર માધવાણી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે દીકરીઓ છે અને એમાંની એક દીકરી નતાશાએ ૨૦૦૬માં ફિરોઝ ખાનના દીકરા ફરદીન ખાન સાથે લગ્ન કર્યાં હતાં.


