Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલિવૂડ એક્ટર રણવીર સિંહે ડીપફેક વીડિયોને લઈને નોંધાવી FIR

બૉલિવૂડ એક્ટર રણવીર સિંહે ડીપફેક વીડિયોને લઈને નોંધાવી FIR

22 April, 2024 02:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ranveer Singh Deepfake Video: રિયલ વીડિયોમાં રણવીર સિંહ વારાણસીમાં પોતાનો અનુભવ શૅર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લોકોને પોતાના વારસા સાથે જોડવાનું ઉદ્દેશ જણાવી રહ્યા હતા.

રણવીર સિંહ

રણવીર સિંહ


Ranveer Singh Deepfake Video: રિયલ વીડિયોમાં રણવીર સિંહ વારાણસીમાં પોતાનો અનુભવ શૅર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લોકોને પોતાના વારસા સાથે જોડવાનું ઉદ્દેશ જણાવી રહ્યા હતા.

બૉલિવૂડ અભિનેતા રણવીર સિંહે (Actor Ranveer Singh) ડીપફેક વીડિયોમાં સંબંધમાં પોલીસમાં એફઆઈઆર નોંધાવ્યો છે. રણવીર સિંહના ઑફિશિયલ પ્રવક્તાએ પોલીસમાં ફરિયાદ નોંધાવવાની પુષ્ઠિ કરતા જણાવ્યું કે, "હા, અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તે હેન્ડલ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવ્યો છે અને રણવીર સિંહના એઆઈ-જનરેટેડ ડીપફેક વીડિયો (Ranveer Singh Deepfake Video)ને પ્રોત્સાહન આપી રહ્યો હતો. હકીકતે બૉલિવૂડ અભિનેતા રણવીર સિંહનું લોકસભાના પહેલા ચરણના મતદાન પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કહેવાતી રીતે પીએમ મોદી પર નિશાનો પણ સાધી રહ્યા હતા. પણ આ વીડિયો ડીપફેક કાઢ્યો હતો અને આ વૉઈસ ક્લોનિંગથી બનાવવામાં આવ્યો હતો."



રિયલ વીડિયોમાં રણવીર સિંહ વારાણસીમાં પોતાનો અનુભવ શૅર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લોકોને પોતાના વારસા સાથે જોડવાનો ઉદ્દેશ્ય જણાવી રહ્યા હતા. તો વાયરલ વીડિયોમાં રણવીર સિંહ કહેતા જોવા મળ્યા હતા, "મોદીજીનો ઉદ્દેશ્ય એ જ હતો કે તે સેલિબ્રેટ કરો અમારા દુઃખી જીવન અને ડડરને, અમારી બેરોજગારીને, અમારી મોંઘવારીને. કારણકે ભારતવર્ષ હવે અન્યાયકાળ તરફ એવી રીતે વધી રહ્યા છે. આટલી સ્પીડથી વધી રહ્યા છે... પર અમે અમારા વિકાસ અને ન્યાયને માગવાનું ન ભૂલવું જોઈએ. એટલે વિચારો અને વોટ આપો." ત્યાર બાદ કૉંગ્રેસના કેમ્પેનિંગની ટૅગલાઈન જોડી દેવામાં આવી છે, "જેમણે દેશની ફિકર છે તે ન્યાય માટે મત આપશે. વોટ ફૉર ન્યાય, વોટ ફૉર કૉંગ્રેસ..."


આમિર ખાન પણ થયા હતા ડીપફેકનો શિકાર
અભિનેતા આમિર ખાને પણ તાજેતરમાં ડીપફેક વીડિયોના સંબંધમાં મુંબઈ પોલીસમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી હતી. આ વીડિયોમાં તેને એક રાજકીય પાર્ટી માટે પ્રચાર કરતા બતાવવામાં આવ્યા હતા. ખાનની ઓફિસ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે, ખાર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

અભિનેતાના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, `અમે તાજેતરના વાયરલ વીડિયોને લઈને ચિંતિત છીએ જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આમિર ખાન એક ખાસ રાજકીય પક્ષની તરફેણ કરી રહ્યો છે અને તે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ એક નકલી વીડિયો છે અને તે સંપૂર્ણપણે ખોટો છે "


રણવીર સિંહે મીડિયા સાથે બનારસ શહેર અને કાશીનો પોતાનો આધ્યાત્મિક અનુભવ શેર કરતી વખતે પોતાના મનની વાત કરી. કોઈએ આ વીડિયોનું ડીપ ફેક વર્ઝન બનાવ્યું છે. વીડિયો સાથે અવાજનું મિશ્રણ કરીને ચોક્કસ પક્ષની તરફેણમાં વસ્તુઓ સહિતનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. હવે રણવીર સિંહે સ્પષ્ટ કર્યું છે કે તેનો વાયરલ વીડિયો ફેક છે. તેણે ફેન્સને ડીપ ફેકથી દૂર રહેવાનો સંદેશ પણ આપ્યો છે. આ પહેલા પણ આમિર ખાનનો એક વીડિયો વાયરલ થયો હતો. ચૂંટણી સમયે તેઓ ચોક્કસ પક્ષ માટે પ્રચાર કરતા હતા. આ વીડિયો સામે આવતાની સાથે જ આમિર ખાને FIR નોંધાવી હતી.

નોંધનીય છે કે ડીપફેક વીડિયો બનવાની શરૂઆત રશ્મિકા મંદાનાના વીડિયો દ્વારા થઈ, ત્યાર બાદ દીપિકા પાદુકોણ, કાજોલથી માંડીને ક્રિકેટના ભગવાન એવા સચિન તેંદુલકર અને તાજેતરમાં જ આમિર ખાનનો વીડિયો પણ ડીપફેક કરવામાં આવ્યો, અને હવે રણવીર સિંહનો પણ ડીપફેક વીડિયો વાયરલ થયો.

Whatsapp-channel Whatsapp-channel

22 April, 2024 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK