આ શોમાં તેઓ રશ્મિ દેસાઈ અને દેવોલીના ભટ્ટાચારજી સાથે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરવાના હતા. આ માટે તેઓ ક્વૉરન્ટીન હતા. જોકે એ દરમ્યાન પૉઝિટિવ આવતાં હવે તેઓ ઘરમાં એન્ટ્રી નહીં કરે.
કોરોના-પૉઝિટિવ થતાં ‘બિગ બૉસ’માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી નહીં કરે અભિજિત બિચુકલે
અભિજિત બિચુકલે કોવિડ-પૉઝિટિવ થતાં તેઓ હવે ‘બિગ બૉસ’ની ૧૫મી સીઝનમાં હાજરી નહીં આપે. આ શોમાં તેઓ રશ્મિ દેસાઈ અને દેવોલીના ભટ્ટાચારજી સાથે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરવાના હતા. આ માટે તેઓ ક્વૉરન્ટીન હતા. જોકે એ દરમ્યાન પૉઝિટિવ આવતાં હવે તેઓ ઘરમાં એન્ટ્રી નહીં કરે. તેમણે વીક-એન્ડ કા વારમાં સલમાન ખાન સાથે સ્ટેજ પર એન્ટ્રી કરી હતી. આ સાથે જ તેમણે ‘બિગ બૉસ’માં યોજાતી પ્રેસ-કૉન્ફરન્સમાં મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. તેઓ હવે જ્યારે ઘરમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે પૉઝિટિવ આવ્યા છે. ઘરમાં જતાં પહેલાં તેમની ટેસ્ટ કરવામાં આવી હતી.

