Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પરિણીતિ ચોપરા અને AAP નેતા રાઘવ ચડ્ઢાના સંબંધ પર લાગી મહોર, જુઓ આ ટ્વિટ

પરિણીતિ ચોપરા અને AAP નેતા રાઘવ ચડ્ઢાના સંબંધ પર લાગી મહોર, જુઓ આ ટ્વિટ

28 March, 2023 06:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સંજીવ અરોરાએ પરિણીતિ ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચડ્ઢા(Raghav Chadha) ને ટેગ કરી એક ટ્વિટ કર્યુ છે. જેમાં તેમણે લખ્યું છે કે હું દિલથી રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપરાને અભિનંદન પાઠવું છું.

પરિણીતિ ચોપરા અને રાઘવ ચડ્ઢા

પરિણીતિ ચોપરા અને રાઘવ ચડ્ઢા


બૉલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા(Parineeti Chopra)અને આમ આદમી પાર્ટી(Aam Adami Party)ના સાંસદ રાઘવ ચડ્ઢા (Raghav Chadha)ના ડેટિંગની ચર્ચાઓ વચ્ચે AAP સાંસદ સંજીવ અરોરાનું ટ્વિટ સામે આવ્યું છે. જે ટ્વિટ રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપરાના સંબંધની પુષ્ટી કરી રહ્યું છે.

સંજીવ અરોરાએ પરિણીતિ ચોપરા અને રાઘવ ચડ્ઢાને ટેગ કરી એક ટ્વિટ કર્યુ છે. જેમાં તેમણે લખ્યું છે કે હું દિલથી રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપરાને અભિનંદન પાઠવું છું. તેમની વચ્ચે સાથ, પ્રેમ અને આનંદ જળવાઈ રહે. હાર્દિક શુભેચ્છા. 



 



ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પરિણીતિ અને રાઘવ ચડ્ઢાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હોટલમાંથી બંને લન્ચ કરીને સાથે બહાર નિકળતા જોવા મળ્યા હતા.  આ તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા યૂઝર્સ કયાસ લગાડી રહ્યા છે કે પરિણીતિ અને રાઘવ ચડ્ડા એક-બીજાને ડેટ કરી રહ્યા છે. 

આ પણ વાંચો: લગ્નની તૈયારીઓ શરૂ કરી પરિણીતી ચોપડાએ?

નોંધનીય છે, રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપડા બન્ને સિંગલ છે. એટલું જ નહીં બન્ને વચ્ચે કનેક્શન ખૂબ જ જૂનું છે. કેમ? તો તે એવું કે રાઘવ અને પરિણીતિ બન્ને જ બ્રિટેનમાં ભણ્યા છે. એવામાં બધાનું કહેવું છે કે રાઘવ અને પરિણીતિ એક-બીજાની સાથે પહેલાથી જ ટચમાં રહ્યાં હશે.

 પરિણીતિ ચોપડાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીને છેલ્લે સૂરજ બડજાત્યાની મલ્ટીસ્ટારર ફિલ્મ `ઉંચાઈ`માં એક મહત્વનું પાત્ર ભજવતા જોવામાં આવ્યા હતા. પરિણીતિ ફરીવાર `ચમકિલા` અને `કેપ્સૂલ ગિલ`માં દેખાશે.

 

 

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2023 06:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK