Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નની તૈયારીઓ શરૂ કરી પરિણીતી ચોપડાએ?

લગ્નની તૈયારીઓ શરૂ કરી પરિણીતી ચોપડાએ?

28 March, 2023 03:56 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં જ પરિણીતી સેલિબ્રિટી ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળી હતી.

પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા


પરિણીતી ચોપડાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી હોય એવું જાણવા મળ્યું છે. તે સંસદસભ્ય રાઘવ ચઢ્ઢા સાથે રિલેશનમાં હોવાની માહિતી મળી છે. જોકે બન્નેએ હજી સુધી એ વિશે જાહેરાત નથી કરી. એના પર બન્નેએ મૌન સેવી રાખ્યું છે. બન્ને થોડા સમય અગાઉ સાથે જોવા મળ્યાં હતાં. એવું પણ જાણવા મળ્યું છે કે આ બન્નેએ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં સાથે સ્ટડી કર્યો હતો અને ઘણાં વર્ષોથી સારા ફ્રેન્ડ્સ છે. એવામાં હાલમાં જ પરિણીતી સેલિબ્રિટી ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળી હતી. એથી એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે કે તે કદાચ સગાઈ માટે ડિઝાઇનર આઉટફિટ નક્કી કરવા ત્યાં પહોંચી હશે. ચર્ચા છે કે તેમની રોકા સેરેમની બાદ તેઓ પોતાની લાઇફની નવી શરૂઆત કરશે. પરિણીતી અને રાઘવ થોડા સમય અગાઉ જ જાહેરમાં મળ્યાં હતાં. ટૂંક સમયમાં તેમનાં લગ્ન વિશે જાહેરાત પણ કરવામાં આવશે એવું તેમના નજીકના સંબંધીએ જણાવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2023 03:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK