ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું એકબીજાના પ્રેમમાં છે સાંસદ રાઘવ અને પરિણીતિ? તસવીરોમાં દેખાયા સાથે

શું એકબીજાના પ્રેમમાં છે સાંસદ રાઘવ અને પરિણીતિ? તસવીરોમાં દેખાયા સાથે

23 March, 2023 07:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાની. બન્નેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

પરિણીતિ ચોપરા (ફાઈલ તસવીર)

પરિણીતિ ચોપરા (ફાઈલ તસવીર)

બૉલિવૂડ (Bollywood) અને ક્રિકેટના સંબંધોની જેમ જ સિનેમા જગત અને રાજનીતિનો સંબંધ ખૂબ જ જૂનો છે. આ બન્ને વિશ્વમાં રહેનારા લોકો વચ્ચે પ્રેમ થવાના સમાચાર ઘણીવાર સામે આવતા હોય છે. તેનું તાજેતરનું ઉદાહરણ, અભિનેત્રી સ્વરા ભાસ્કર અને સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદના લગ્ન છે. જ્યાં હાલ સ્વરા અને ફહદના સંબંધને લોકો ભૂલી નથી શક્યા, ત્યાં સમાચાર છે કે બૉલિવૂડ અને રાજકારણ સાથે સંબંધ ધરાવનારા બન્ને લોકો વચ્ચે ફરી એક સંબંધ બની રહ્યો છે. અહીં વાત થઈ રહી છે પરિણીતિ ચોપડા (Parineeti Chopra) અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાની. બન્નેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

હાલ સોશિયલ મીડિયા પર પંજાબથી આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) સાંસદ રાધવ ચડ્ઢા અને બૉલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપડાની તસવીરો ધમાલ મચાવી રહી છે. બન્ને મુંબઈના એક રેસ્ટૉરન્ટની બહાર સાથે સ્પૉટ થયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બન્ને ડિનર ડેટ માટે રેસ્ટૉરન્ટ પહોંચ્યાં હતાં. આ તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા યૂઝર્સ કયાસ લગાડી રહ્યા છે કે પરિણીતિ અને રાઘવ ચડ્ડા એક-બીજાને ડેટ કરી રહ્યા છે.


ગઈકાલે સાંજે મુંબઈમાં (Mumbai) આ મુલાકાત માટે રાઘવ ચડ્ઢા અને પરિણીતિ બન્નેએ વ્હાઈટ ટી શર્ટ પહેર્યું હતું. બન્નેનું આમ કલર કૉર્ડિનેટ કરી કપડા પહેરવા ડેટિંગના સમાચારને હવા આપી રહ્યા છે. જો કે, હાલ આ ફક્ત રિપૉર્ટ્સ છે કે કોઈપણ તરફથી આ સમાચાર પર કોઈપણ રિએક્શન સામે નથી આવ્યા. એવામાં કંઈપણ કહેવું ખૂબ જ ઉતાવળ હશે, પણ બન્નેની તસવીરો જોઈને હાલ ફેન્સ એ જ વાતો કરી રહ્યા છે.


નોંધનીય છે, રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપડા બન્ને સિંગલ છે. એટલું જ નહીં બન્ને વચ્ચે કનેક્શન ખૂબ જ જૂનું છે. કેમ? તો તે એવું કે રાઘવ અને પરિણીતિ બન્ને જ બ્રિટેનમાં ભણ્યા છે. એવામાં બધાનું કહેવું છે કે રાઘવ અને પરિણીતિ એક-બીજાની સાથે પહેલાથી જ ટચમાં રહ્યાં હશે.

આ પણ વાંચો : છંટણીને લઈને 1400 કર્મચારીઓએ લખ્યા પત્ર, Google CEOને કરી માગ


પરિણીતિ ચોપડાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીને છેલ્લે સૂરજ બડજાત્યાની મલ્ટીસ્ટારર ફિલ્મ `ઉંચાઈ`માં એક મહત્વનું પાત્ર ભજવતા જોવામાં આવ્યા હતા. પરિણીતિ ફરીવાર `ચમકિલા` અને `કેપ્સૂલ ગિલ`માં દેખાશે.

23 March, 2023 07:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK