Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રિલાયન્સના ઐતિહાસિક ઉછાળા પાછળ સેન્સેક્સ ૧૨૩૩ પૉઇન્ટની તેજીમાં

રિલાયન્સના ઐતિહાસિક ઉછાળા પાછળ સેન્સેક્સ ૧૨૩૩ પૉઇન્ટની તેજીમાં

Published : 03 November, 2026 07:48 AM | Modified : 03 November, 2026 07:48 AM | IST | Mumbai
Anil Patel

રિલાયન્સ ૧૧.૬ ટકા કે ૧૩૫ રૂપિયાના જમ્પમાં ૧૨૯૯ બંધ થતાં બજારને ૭૫૭ પૉઇન્ટનો અને રોકાણકારોને ૧.૮૩ લાખ કરોડ રૂપિયાનો ફાયદો : પરિણામ પાછળ ઝી એન્ટરટેઇનમેન્ટમાં સાડાસત્તર વર્ષનું બૉટમ બન્યુંઃ પ્રતાપ સ્નૅક્સ નેગેટિવ ટર્નઅરાઉન્ડ વચ્ચે પણ દોઢ ટકો વધીને બંધ.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


સેન્સેક્સ આગલા બંધથી ૭૧૯ પૉઇન્ટ મજબૂત, ૭૫,૧૭૮ ખૂલી છેવટે ૧૨૩૩ પૉઇન્ટ ઊછળી ૭૫,૬૯૩ તથા નિફ્ટી ૩૮૮ પૉઇન્ટની તેજીમાં ૨૩,૪૪૧ સોમવારે બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૪,૯૭૮ તથા ઉપરમાં ૭૫,૬૯૩ નજીક ગયો હતો. કસીનો-સેશનના આરંભ પૂર્વે સેન્સેક્સ ૭૫,૪૦૮ અને નિફ્ટી ૨૩,૩૨૯ હતો. મતલબ કે ગણતરીની મિનિટોના CAS સત્રમાં નિફ્ટી ૧૧૨ પૉઇન્ટ ઉપર ખેંચી જવાયો હતો. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૪૪૫ શૅર સામે ૧૧૬૪ શૅર ડાઉન હતા. બજારનું માર્કેટકૅપ ૭.૯૨ લાખ કરોડ વધી ૪૮૨.૨૯ લાખ કરોડ વટાવી ગયું છે. સેન્સેક્સ નિફ્ટીની ૧.૭ ટકાની તેજી સામે એનર્જી ઇન્ડેક્સ ૬ ટકા, ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક ૪.૯ ટકા, પાવર ઇન્ડેક્સ અઢી ટકા, કૅપિટલ ગુડ્સ બે ટકા, મેટલ ઇન્ડેક્સ ૩.૧ ટકા ઊચકાયા છે. નિફ્ટી IT અડધો ટકો, નિફ્ટી મીડિયા પોણો ટકો, પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી નજીવો નરમ હતો. PSU બૅન્ક નિફ્ટી ૧.૪ ટકા વધ્યો છે. સેબી તરફથી સરકારને વિદેશી રોકાણકારોને કૅપિટલ ગેઇન ટૅક્સમાંથી મુક્તિ આપવાની ભલામણ કરાઈ છે. એની બજાર પર આંશિક સારી અશર વર્તાઈ હોવાનું કહેવાય છે ડૉલર સામે રૂપિયો ૬ પૈસાના સુધારામાં ૯૪.૯૦ ક્વોટ થયો હતો.

હેવીવેઇટ રિલાયન્સે ૩૮.૩ ટકા વધારામાં ૨૯,૫૫૦ કરોડના કન્સોલિડેટેડ ત્રિમાસિક નફા સાથે બહેતર પરિણામ જારી કરતાં જેફરીઝે ૧૭૧૦, નોમુરાએ ૧૫૬૦ તથા ગોલ્ડમૅન સાક્સે ૧૮૪૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ વહેતું કર્યું છે. શૅર ગઈ કાલે પોણાત્રણ ગણા વૉલ્યુમે ૩ વર્ષના મોટા ઉછાળે ઉપર ૧૨૯૯ બતાવી ૧૧.૬ ટકા કે ૧૩૫ રૂપિયા વધી ૧૨૯૯ બંધ આપી બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. રિલાયન્સની તેજી બજારને ૭૫૭ પૉઇન્ટ તથા માર્કેટકૅપની રીતે રોકાણકારોને ૧.૮૩ લાખ કરોડ રૂપિયા ફળી છે. તાતા સ્ટીલના પરિણામ ૭ નવેમ્બરે છે. ભાવ અઢી ગણા વૉલ્યુમે ૫.૬ ટકા ઊંચકાઈ ૧૭૭ થયા છે. નિફ્ટી ખાતે રિલાયન્સ ૧૧.૬ ટકા વધી ૧૩૦૦ બંધ હતી. શ્રીરામ ફાઇનૅન્સ ૪.૯ ટકા, કોલ ઇન્ડિયા ૪.૯ ટકા, JSW સ્ટીલ ૫.૧ ટકા, તાતા સ્ટીલ ૫.૮ ટકા, જિયો ફાઇનૅન્શિયલ ૪.૩ ટકા, ONGC ૪.૨ ટકા, મૅક્સ હેલ્થકૅર ૨.૯ ટકા, હિન્દાલ્કો ત્રણ ટકા મજબૂત હતી. સ્ટેટ બૅન્ક પરિણામની પૂર્વસંધ્યાએ સરેરાશ કરતાં ૨૭ ટકા કામકાજમાં ૨.૭ ટકા વધી ૯૮૭ રહી છે. અલ્ટ્રાટેક ૨.૮ ટકા, બજાજ ફાઇનૅન્સ બે ટકા, NTPC ૨.૪ ટકા પ્લસ હતી.



ઇન્ફોસિસ નિફ્ટી ખાતે બે ટકા અને સેન્સેક્સમાં ૧.૬ ટકા બગડી ટૉપ લૂઝર બની છે. ICICI બૅન્ક ૦.૬ ટકા, કોટક બૅન્ક ૦.૭ ટકા, સનફાર્મા ૦.૬ ટકા, ઍક્સિસ બૅન્ક અડધો ટકો જેવી નરમ હતી. NSEમાં મૉર્ગન સ્ટેનલીએ ૨૩૧૫ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ આપ્યો છે. પરિણામ આજે આવશે. શૅર ઉપર ૧૭૯૫ થઈ નજીવી ઘટી ૧૭૮૦ હતી. MCX પણ પરિણામની પૂર્વસંધ્યાએ ૧.૭ ટકા વધી ૩૨૪૦ થઈ છે. BSE લિમિટેડના રિઝલ્ટ બુધવારે છે. ભાવ ૦.૬ ટકા ઘટી ૩૪૯૦ હતો. એન્જિનિયર્સ ઇન્ડિયાએ ૬૬ ટકા વધારામાં ૧૮૦ કરોડ નેટ નફો કરતાં શૅર ૮ ગણા કામકાજે ૨૯૩ વટાવી ૧૫ ટકા ઊછળી ૨૮૯ બંધમાં ‘એ’ ગ્રુપમાં ઝળક્યો છે. ઇન્ડિગો પેઇન્ટ્સ ૪૬ ટકાના ઘટાડે ૧૩૩૨ લાખનો નેટ પ્રૉફિટ આવતાં ૧૦ ગણા વૉલ્યુમે નીચે ૮૬૬ બતાવી ૧૨.૮ ટકા ઝંખવાઈ ૮૭૦ બંધ રહી છે. ઝી એન્ટરટેઇનમેન્ટનો નફો ૩૮ ટકા ગગડી ૪૮ કરોડ રહેતાં ભાવ ૬૧નું સાડાસત્તર વર્ષનું વર્સ્ટ લેવલ બનાવી ૭.૩ ટકા લથડી ૬૧.૬૧ થયો છે. ઑલટાઇમ હાઈ ૮૧૫ની છે.


એડલવાઇસની EAAA ઇન્ડિયા ઑલ્ટરનું સાધારણ લિસ્ટિંગ

એડલવાઇસ ગ્રુપની EAAA ઇન્ડિયા ઑલ્ટરનેટિવ્સ પાંચના શૅરદીઠ ૧૬૬૫ની ભારેખમ ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૧૨૧થી શરૂ થયા બાદ ગગડી નીચામાં ૧૧ થયા પછી ક્રમશઃ વધી છેલ્લે બોલાતા ૬૭ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૬૭૩ ખૂલીને ૧૭૨૮ બંધ થતાં ૩.૮ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૧૨૦૦ કરોડના આ પ્યૉર OFS ઇશ્યુ QIBમાં ૧૩.૮ ગણા, હાઇનેટ વર્થ પોર્શનમાં ૪.૮ ગણો અને રીટેલમાં એકાદ ગણા સહિત કુલ સાડાપાંચ ગણો ભરાયો હતો. આજે મંગળવારે મેઇન બોર્ડમાં નવી મુંબઈના વાશી ખાતેની SFC એન્વાયર્નમેન્ટલ ટેક્નૉલૉઝિસ અને નવી દિલ્હીની BLS પૉલિમર્સનું લિસ્ટિંગ થવાનું છે. હાલ BLS પૉલિમર્સમાં ગ્રેમાર્કેટ ખાતે ૬૭નું અને SCF એન્વાયર્નમેન્ટલમાં ૧૮નું પ્રીમિયમ બોલાય છે. નવી દિલ્હીની વિસ્ફોન ઇન્ડસ્ટ્રીઝનો BSE SME ઇશ્યુ પણ આજે લિસ્ટેડ થવાનો છે. પ્રીમિયમ નથી.


આગલા દિવસે, શુક્રવારે ૧૬ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૭૮ બંધ રહેલી મૈસૂરની કોર ફૉર એન્જિનિયર્સ ગઈ કાલે ૮૨ની ટૉપ બતાવી પાંચ ટકા વધી ૮૨ થઈ છે. દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલી જિયો પ્લૅટફૉર્મની ત્રિમાસિક આવક ૧૧.૪ ટકા વધી ૪૦,૪૭૫ કરોડ તથા નેટ પ્રૉફિટ ૧૩.૭ ટકા વધી ૮૩૮૭ કરોડનો આવ્યો છે. શૅર ગઈ કાલે ઉપર ૧૪૭૬ થઈ અડધો ટકો ઘટી ૧૪૨૨ બંધ રહ્યો છે. અન્ય નવા લિસ્ટેડ શૅરમાં પારસ હેલ્થકૅર અડધો ટકો વધી ૭૪૦, સહજાનંદ મેડિકલ અડધો ટકો ઘટી ૪૫૮, ટોન્બો ઇમેજિંગ ૩ ટકા ઘટી ૧૨૬૭, ઝેટવર્ક મૅન્યુફૅક્ચરિંગ ૨.૪ ટકા ઘટી ૧૫૯, શેલ્ઝ ઇન્ડિયા ઉપર ૧૭૪ થઈ અડધો ટકો ઘટી ૧૭૪ નીચે તો બોનફીગ લિયોલી ૩.૪ ટકા વધી ૬૪૭ બંધ થઈ હતી.

ટ્રૅક્ટર્સનું વેચાણ ઘટતાં એસ્કોર્ટ્‍સમાં ૬ ટકાની ખરાબી

અમદાવાદની કૉન્ફોર્ડ બાયોટેક શૅરદીઠ એકના બોનસમાં બુધવારે બોનસ-બાદ થવાની છે. ભાવ ગઈ કાલે નીચે ૧૧૫૭ થઈ સાડાછ ટકા તૂટી ૧૧૬૪ હતો. આ કંપની ઑગસ્ટ ૨૦૨૩માં એકના શૅરદીઠ ૭૪૧ના ભાવથી ૧૫૪૧ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ લાવી હતી. અન્ય અમદાવાદી કંપની ગુજરાત નૅચરલ રિસોસીઝના રિઝલ્ટ બુધવારે છે અને ગુરુવારે કંપની ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે નીચામાં ૯૭ થઈ નવેક ટકા વધી ૧૦૫ રહ્યો છે.

દરમ્યાન સંખ્યાબંધ ઑટો કંપનીઓ તરફથી ઑક્ટોબર માસના વાહન વેચાણના આંકડા જાહેર થયા છે. મારુતિ સુઝુકીએ ૨૫ ટકાના વધારામાં ૨.૭૬ લાખ નંગનું વિક્રમી વેચાણ ગત મહિને કર્યું છે. શૅર ગઈ કાલે ૨.૨ ટકા વધી ૧૧,૬૬૦ રહ્યો છે. હ્યુન્દાઇ મોટર્સનું વેચાણ ૧૭.૭ ટકા વધી ૮૨,૨૯૯ નંગ નોંધાયું છે. શૅર ૩.૯ ટકા વધી ૧૯૮૫ હતો. તાતા મોટર્સ પૅસેન્જરનું વેચાણ ૨૩ ટકા વધારામાં ૭૫,૪૨૬ નંગ થયું છે. શૅર ૨.૪ ટકા વધી ૨૭૧ થયો છે. મહિન્દ્રનું વેચાણ ૯ ટકા વધી ૧.૩૧ લાખ નંગ આવ્યું છે. ભાવ ૦.૯ ટકા સુધરી ૨૮૭૦ રહ્યા છે. તાતા મોટર્સ કમર્શિયલનું વેચાણ ૨૭ ટકા વધીને ૪૭,૬૫૨ નંગ જોવાયું છે. શૅર એક ટકાના સુધારે ૪૦૧ થયો છે. ફોર્સ મોટર્સનું વેચાણ ૪૪.૮ ટકાના વધારામાં ૪૧૦૪ નંગ થયું છે. શૅર ૧.૭ ટકા કે ૨૯૦ રૂપિયા વધી ૧૭,૬૬૦ હતો. મહિન્દ્રનાં ટ્રૅક્ટર્સનું વેચાણ ૧૩ ટકા ઘટ્યું છે જે સૂચક કહી શકાય. આઇશર મોટર્સનું વેચાણ ૭ ટકા વધી ૧.૩૩ લાખ નંગ નોંધાયું છે. શૅર નજીવો ઘટી ૭૨૦૦ થયો છે. એસ્કોર્ટ્‍સનું વેચાણ ૧૦ ટકા ઘટી ૧૬,૯૨૧ નંગ રહ્યું છે. શૅર ૬ ટકા ગગડી ૨૪૨૩ હતો.

અંધેરીની બૉમ્બે કોટેડ સ્ટીલ્સનું ભરણું ૬૪ ગણું છલકાયું

પશ્ચિમ બંગાળની વેદાન્ત પૉલિફેબ્સનો ૧૦ના શૅરદીઠ ૯૪ના ભાવનો ૫૭ કરોડનો NSE SME IPO ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૧૨ ટકા સહિત કુલ ૪૦ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પાંચથી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૧૫ છે. મેઇન બોર્ડ ખાતે મુંબઈના અંધેરી-વેસ્ટની બૉમ્બે કોટેડ ઍન્ડ સ્પેશ્યલ સ્ટીલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૮૩ કરોડનો નાનકડો ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૩૫ ગણા સહિત કુલ ૬૪ ગણો ભરાઈને પૂરો થયો છે. પ્રીમિયમ સુધરીને ૧૦ જેવું ચાલે છે, જ્યારે રાજકોટની એન્ટાલા ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૬૭ના ભાવનો ૨૩ કરોડનો BSE SME ઇશ્યુ આખરી દિવસે રિટેલમાં માત્ર ૪૨ ટકા સહિત કુલ ૧.૧ ગણો ભરાયો છે. પ્રીમિયમ પહેલેથી નથી.

૪ SME ભરણાં આજે, મંગળવારે બંધ થશે. એમાં બીજા દિવસના અંતે બરોડાની મૅક્સવેલ એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૧૫૮ના ભાવનો ૫૮ કરોડ નજીકનો NSE SME ઇશ્યુ કુલ ૬૫.૩ ગણો, અમદાવાદી વેક્ટ્રાસ એન્પ્રોકોનનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૫૩ કરોડનો BSE SME IPO કુલ ૧.૩ ગણો, ગુજરાતના મહેસાણા જિલ્લાના જગુદણ ખાતેની જ્હૉનસન કૅબ ઇલેક્ટ્રિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૨૦૦ના ભાવનો ૫૬ કરોડનો BSE SME ઇશ્યુ કુલ બે ગણો તેમ જ નવી દિલ્હીની HGS ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ભાવનો ૩૫ કરોડનો NSE SME IPO કુલ ૧૭ ગણો ગઈ કાલે ભરાયો છે. હાલમાં ગ્રેમાર્કેટ ખાતે મૅક્સવેલમાં ૭૦નું, વેક્ટ્રાસમાં ઝીરો, HGS ઇન્ડિયામાં ૩૦નું અને જ્હૉનસન કૅબમાં ૧૦નું પ્રીમિયમ બોલાય છે.

નફો ૯૩ ટકા ધોવાતાં ઇન્દ્રપ્રસ્થ ગૅસ ૯૮ મહિનાના વર્સ્ટ લેવલે

નારાયણા હૃદયાલયે ૭૩ ટકા વધારામાં ૨૮૪૪ કરોડની આવક ઉપર ૧૬.૭ ટકા વધારામાં ૩૦૧ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૧૮૫૩ થઈ ૭ ટકા ઊછળી ૧૮૪૦ હતો. ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સની આવક બે ટકા જેવી વધીને ૧૨,૬૦૧ કરોડ થવા છતાં કંપની ૨૦ કરોડના નેટ નફામાંથી ૧૨૬૦ કરોડની જંગી ખોટમાં સરી પડી છે. શૅર પાંચ ગણાં કામકાજે નીચે ૧૪૪ થઈ પોણાત્રણ ટકાના ઘટાડે ૧૫૪ હતો. IOL કેમિકલ્સે ૪૦ ટકા વધારામાં ૭૯૫ કરોડની આવક ઉપર ૩૦ કરોડની સામે બમણાથીય વધુ ૬૫ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ઉપર ૧૮૩ બનાવી દોઢ ટકો વધી ૧૮૦ થયો છે. NTPC ગ્રીન એનર્જીએ ૫૩ ટકા વધારામાં ૯૩૮ કરોડ આવક અને ૫૭ ટકાના વધારામાં ૧૩૭ કરોડ પ્લસ ચોખ્ખો નફો કર્યો છે. ભાવ સવા ટકો વધી ૮૩ હતો.

પૉલિસી બાઝારવાળી પીબી ફિનટેકની આવક ૩૪ ટકા વધી ૨૨૭૮ કરોડ થઈ છે, નફો ૪૨.૭ ટકા વધારામાં ૧૯૩ કરોડ આવ્યો છે. શૅર ૯૨૩ની પોણાત્રણ વર્ષની બૉટમે જઈ ૭.૨ ટકા ગગડી ૭૨૮ રહ્યો છે. ભારત ઇલેક્ટ્રૉનિક્સની આવક ૨૬.૫ ટકા વધી ૭૨૯૧ કરોડ તથા નફો ૧૯.૮ ટકા વધી ૧૫૪૧ કરોડ થયો છે. માર્જિન ૧.૪ ટકા ઘટ્યું છે. શૅર નીચામાં ૩૭૦ બતાવી બે ટકા વધી ૩૭૬ હતો. દિલ્હીવરીની આવક ૧૯.૮ ટકા વધી ૩૦૬૬ કરોડ થઈ છે. કંપની ૫૦ કરોડની ખોટમાંથી ૪૧ કરોડ નફામાં આવી છે. ભાવ ઉપર ૪૨૩ થઈ ૫.૯ ટકા વધી ૪૦૯ હતો. ઇન્દ્રપ્રસ્થ ગૅસની આવક ૨૬.૩ ટકા વધી ૫૬૧૪ કરોડ થઈ છે પણ નફો ૯૩.૫ ટકા ધોવાઈ ૨૪૩૮ લાખ રહ્યો છે. શૅર ૧૨૬ નીચે ૯૮ માસનું બૉટમ બનાવી સાડાચાર ટકા ગગડી ૧૩૩ બંધ હતો.

મુથૂટ ફાઇનૅન્સ ૧૭ માસના તળિયે જઈ બાઉન્સબૅક થઈ

ગોલ્ડ લોન કંપની મુથૂટ ફાઇનૅન્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૭ ટકા વધારામાં ૮૮૪૨ કરોડની સ્ટૅન્ડ અલોન ઇન્કમ ઉપર ૨૭ ટકા વૃદ્ધિદરથી ૨૯૭૭ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ૨૩૦૩ની ૧૭ માસની બૉટમ બનાવી ૪.૬ ટકા વધી ૨૫૨૦ બંધ થયો છે. તાજેતરમાં સપ્ટેમ્બર માસમાં પાંચના શૅરદીઠ ૧૪૬ના ભાવથી ૪૨૭ કરોડનો ઇશ્યુ લાવનાર અમદાવાદી કંપની LCC પ્રોજેક્ટ્સે ૩૪ ટકા વધારામાં ૮૮૬ કરોડની આવક ઉપર ૬૦.૩ ટકા વૃદ્ધિદરથી ૭૪૪૦ લાખ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ગઈ કાલે ઉપર ૧૩૬ થઈ નહીંવત વધી ૧૩૨ રહ્યો છે. ક્વેસ કૉર્પની ત્રિમાસિક આવક પોણાપંદર ટકા વધીને ૪૩૯૬ કરોડ થઈ છે, નફો ૪૪.૮ ટકાના વધારામાં ૭૪૭૦ લાખ આવ્યો છે. શૅર ઉપરમાં ૩૨૮ બતાવી ૪.૨ ટકા વધી ૩૧૯ હતો. ગ્રેબ્રિયલ ઇન્ડિયાની આવક ૨૩ ટકા જેવી વધીને ૧૬૦૮ કરોડ થઈ છે, નેટ પ્રૉફિટ ૧૫ ટકા વધીને ૧૨૩ કરોડ રહ્યા છે. માર્જિન ૯.૬ ટકાથી ઘટી ૮.૮ ટકા જોવાયું છે. શૅર નીચામાં ૧૪૦૩ દેખાડી બે ટકાના સુધારે ૧૪૪૭ હતો.

LIC હાઉસિંગ ફાઇનૅન્સે દોઢ ટકાના વધારામાં ૭૧૯૪ કરોડની આવક ઉપર પોણાબાર ટકાના વૃદ્ધિદરથી ૧૫૦૬ કરોડ નફો મેળવ્યો છે. શૅર ઉપર ૫૦૫ નોંધાવી નજીવા સુધારે ૪૯૫ બંધ થયો છે. પ્રતાપ સ્નૅક્સની આવક ૨૬ ટકા વધી ૫૪૪ બંધ થયો છે, પરંતુ કંપની ૪૬૦ લાખના નફામાંથી ૨૮૦ લાખની નેટ લૉસમાં આવી છે. શૅર નીચામાં ૧૦૧૯ થઈ દોઢ ટકો વધી ૧૦૫૪ હતો. સાગર સિમેન્ટ્સની આવક સવાસત્તર ટકા વધી ૭૦૫ કરોડ થઈ છે, નેટ લૉસ પણ ૪૨ કરોડથી વધી ૪૪ કરોડ નજીક પહોંચી છે. શૅર ઉપરમાં ૧૨૮ બતાવી અડધો ટકો વધી ૧૨૩ થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 07:48 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK