નો શો ડ્રોન કેમેરાથી શૂટ કરવામાં આવી રહ્યો હતો. આ ઘટના શુક્રવારે VIT ચેન્નાઈમાં કૉન્સર્ટ દરમિયાન બની હતી
બેની દયાલ
લોકપ્રિય ગાયક બેની દયાલ (Benny Dayal) ચેન્નાઈ (Chennai)માં લાઈવ કૉન્સર્ટ કરી રહ્યા હતા ત્યારે ડ્રોન કેમેરો અચાનક નીચે પડતાં તેમને માથા પર ઇજા થઈ હતી. તેનો શો ડ્રોન કેમેરાથી શૂટ કરવામાં આવી રહ્યો હતો. આ ઘટના શુક્રવારે VIT ચેન્નાઈમાં કૉન્સર્ટ દરમિયાન બની હતી. `બદતમીઝ દિલ` ક્રોનરએ તેના સોશિયલ મીડિયા પેજ પર વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે બેનીને માથાના પાછળના ભાગમાં ડ્રોન કેમેરા વાગ્યો હતો, સાથે તેમને બે આંગળીઓમાં પણ ઈજા થઈ હતી.
વીડિયોમાં બેનીએ લાઈવ શો કરનારા ગાયકોને પણ ચેતવ્યા હતા. તેમણે કહ્યું કે અગાઉથી ખાતરી કરી લેવી જોઈએ કે કેમેરા તેમની નજીક ન આવે. શેર કરાયેલા વીડિયોમાં બેનીએ જણાવ્યું કે “લાઈવ સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન ડ્રોન અકસ્માતે માથા પર અથડાયું હતું. ડ્રોને મારા માથાના પાછળના ભાગમાં થોડી ઇજા પહોંચાડી. મારી બે આંગળીઓને સંપૂર્ણ ઈજા થઈ હતી. હું આમાંથી ખૂબ જ ઝડપથી બહાર આવીશ. પ્રેમ અને પ્રાર્થના માટે દરેકનો આભાર.”
ADVERTISEMENT
અન્ય ગાયકોને સલાહ આપી
બેનીએ તેના તમામ સાથી કલાકારોને કરારમાં કલમનો સમાવેશ કરવા વિનંતી કરી હતી. બેનીએ કહ્યું કે “કૃપા કરીને તમામ કૉલેજો, કંપનીઓ, શો અથવા ઇવેન્ટ આયોજકોએ પ્રમાણિત ડ્રોન ઓપરેટરોને બોલાવવા જોઈએ કારણ કે તે ખૂબ જ જોખમી છે. અમે કલાકારો છીએ. અમે ફક્ત સ્ટેજ પર ગીતો ગાઈએ છીએ. અમે એક્શન હીરો નથી. અમે ફક્ત સારું કરવા માગીએ છીએ. લાઈવ પરફોર્મન્સ દરમિયાન ડ્રોન કલાકારોની આટલી નજીક ન આવવું જોઈએ.”
સિંગર અરમાન મલિકે બેનીની પોસ્ટ પર લખ્યું કે, “યાર આ ગડબડ છે. બેની જલ્દી સ્વસ્થ થાઓ.” સિંગર-એક્ટર શર્લી સેટિયાએ લખ્યું કે, “બેની ધ્યાન રાખજો, આશા છે કે તમે જલ્દી સ્વસ્થ થઈ જશો.” એક ચાહકે લખ્યું કે, “તમારું ધ્યાન રાખજો. જલ્દી સ્વસ્થ થાઓ.”
આ પણ વાંચો: ઑસ્કરમાં દીપિકાને મળી મોટી જવાબદારી
ઉલ્લેખનીય છે કે બેનીએ `દારૂ દેશી`, `ચાલો નાચો`, `લોચા-એ-ઉલ્ફત`, `લત લગ ગયી` અને `બેશરમી કી હાઇટ` જેવા સુપર હિટ ગીતો ગાયા છે.


