પ્રેઝન્ટરનાં નામોના આ લિસ્ટને દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યું હતું. દીપિકાનું નામ પણ એમાં સામેલ થવાથી એવું કહી શકાય કે દેશ માટે ગર્વ લેવા જેવી બાબત છે.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણને ઑસ્કર અવૉર્ડમાં એક મોટી જવાબદારી એટલે કે ઑસ્કરને પ્રેઝન્ટ કરવાની તક મળી છે. એ લિસ્ટમાં તેની સાથે અનેક મોટી સેલિબ્રિટીઝ પણ સામેલ છે. એમાં ડ્વેન જૉનસન, માઇકલ બી. જૉર્ડન, જેનિફર કોનેલી, સૅમ્યુઅલ એલ. જૅક્સન, મેલિસા મૅક્કાર્થી, જોનાથન મેજર્સ, ક્વેસ્ટલવ, ડોની યેન, રિઝ અહમદ, એમિલી બ્લન્ટ, ગ્લેન ક્લોઝ, એરિયાના ડીબોસ, જેનેલ મોનાએ અને જો સલદાના પણ સામેલ છે. પ્રેઝન્ટરનાં નામોના આ લિસ્ટને દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યું હતું. દીપિકાનું નામ પણ એમાં સામેલ થવાથી એવું કહી શકાય કે દેશ માટે ગર્વ લેવા જેવી બાબત છે.


