આ ગુજરાતી એક્ટરની પુત્રીની ફિલ્મ કુલી નંબર 1માં થઈ એન્ટ્રી
Image Courtesy: Shikha Talsaniya Instagram
બોલીવુડના એક્ટર વરુણ ધવન હાલ કુલી નંબર 1ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. હવે ફિલ્મની કાસ્ટમાં વધુ એક કલાકારની એન્ટ્રી થઈ છે. વીરે દી વેડિંગમાં દેખાઈ ચૂકેલી એક્ટ્રેસ શિખા તલસાણિયા પણ હવે કુલી નંબર 1નો ભાગ બની ગઈ છે.
શિખા તલસાણિયાએ પોતે આ ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો છે. તો વરુણ ધવને ખાસ અંદાજમાં શિખાનું સ્વાગત કર્યું છે. શિખાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ક્લિપ શૅર કરતા એ જાહેરાત કરી છે તે હવે કુલી નંબર 1 ફેમિલીનો ભાગ બની ગઈ છે. શિખાએ લખ્યું છે,'આગામી રજૂઆત, કુલી નંબર 1 પરિવારનો ભાગ બનીને ઉત્સાહિત લાગી રહ્યું છે. ફિલ્મ પહેલી મે 2020ના રોજ રિલીઝ થશે.'
ADVERTISEMENT
તો ફિલ્મના લીડ એક્ટર વરુણ ધવને શિખા તલસાણિયાનું સ્વાગત કર્યું છે. વરુણે ટ્વિટર પર લખ્યું,'શિખા તલસાણિયા તમારી સાથે કામ કરવું એ મારા માટે ખુશીની વાત છે. મને ખુશી છે કે તમે કુલી નંબર 1 પરિવારનો ભાગ બન્યા છો.'
@ShikhaTalsania its a pleasure working with u glad to have u as part of the familiaaa #coolieno1 pic.twitter.com/z18R9n6ZCc
— Varun Dhawan (@Varun_dvn) September 1, 2019
ફિલ્મા સામેલ થવાની ખુશી વ્યક્ત કરતા એક ન્યૂઝ એજન્સીને ઈન્ટરવ્યુ આપવા દરમિયાન શિખાએ કહ્યું,'ડેવિડ ધવનની ફિલ્મનો ભાગ બનવાની ઈચ્છા દરેક એક્ટરની હોય છે. અને હું પણ જુદી નથી. સાથે જ આ ફિલ્મ જ્યારે મને ઓફર થઈ તો મેં તરત જ હા પાડી દીધી. કારણ કે વરુણ ધવન અને સારા અલી ખાન જેવા કલાકારો સાથે કામ કરવાની તક હું નહોતી ગુમાવી શક્તી.'
આ પણ વાંચોઃ Ami Trivedi:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીના પાત્ર માટે ચર્ચાયું હતું નામ
ઉલ્લેખનીય છે કે શિખા તલસાણિયા જાણીતા ગુજરાતી એક્ટર ટીકુ તલસાણિયાના પુત્રી છે. શિખાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તે વીરે દી વેડિંગ પહેલા 2009માં વેક અપ સિડ, 2011માં દિલ તો બચ્ચા હૈ જીમાં દેખાઈ હતી.