Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગોલ્ડન વર્ડ્‍સ : ટોચ પર પહોંચવું અઘરું નહીં, પણ એ સ્થાન પર ટકવું અઘરું અને કપરું છે

ગોલ્ડન વર્ડ્‍સ : ટોચ પર પહોંચવું અઘરું નહીં, પણ એ સ્થાન પર ટકવું અઘરું અને કપરું છે

27 March, 2023 04:04 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

આ કૉમ્પિટિશનને કારણે જ આગળ વધવાનો જુસ્સો અને જોમ પણ આસમાને છે, તો બીજી બાજુ, સામેવાળાને ધૂળ ચટાડવા અને આગળ વધવામાં આડખીલી ઘાલીને પોતે આગળ નીકળી જવાની વૃત્તિઓ પણ જોર પકડતી જાય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


આજનો સમય સ્પર્ધાનો છે. ટેરિફિક લેવલ પર કૉમ્પિટિશન છે અને એને કારણે ટૅલન્ટની વૅલ્યુ પણ ખૂબ વધી ગઈ છે. જેટલી વધારે ટૅલન્ટ એટલી વધારે ડિમાન્ડ અને જેટલી વધારે ટૅલન્ટ એટલી વધારે ઑપોર્ચ્યુનિટી. ટૅલન્ટની બાબતમાં પણ હવે એવું થઈ ગયું છે કે એનું લેવલ પણ બહુ ઉપર સુધી પહોંચી ગયું છે. ટૅલન્ટ જ્યારે નવી ઊંચાઈઓ હાંસલ કરે ત્યારે તમારે એક વાત કબૂલી લેવી પડે કે સ્પર્ધાત્મકતા એ સ્તરે પહોંચશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.

એક સમય હતો કે એમબીએમાં નાઇન્ટી પર્સન્ટ લાવનાર એક કે બે સ્ટુડન્ટ માંડ મળતા, પણ હવે એ પર્સન્ટેજ લાવનારા સ્ટુડન્ટ અઢળક થઈ ગયા છે. ટેક્નૉલૉજીની સાથોસાથ નૅચરલી જે ગ્રોથ ટૅલન્ટમાં દેખાવો જોઈએ એ દેખાઈ રહ્યો છે અને એને કારણે જ કૉમ્પિટિશનમાં બહુ વધારો થઈ ગયો છે. આ કૉમ્પિટિટિવ વર્લ્ડ વચ્ચે ટકી રહેવાની મહેનત સૌએ એકસરખી કરવાની છે. 



એવું નથી કે કૉમ્પિટિશન માત્ર શિક્ષણ કે જૉબના ફીલ્ડમાં જ આવી હોય. પ્રોફેશનલ લાઇફમાં પણ જબરદસ્ત કૉમ્પિટિશન છે. આ કૉમ્પિટિશનને કારણે જ આગળ વધવાનો જુસ્સો અને જોમ પણ આસમાને છે, તો બીજી બાજુ, સામેવાળાને ધૂળ ચટાડવા અને આગળ વધવામાં આડખીલી ઘાલીને પોતે આગળ નીકળી જવાની વૃત્તિઓ પણ જોર પકડતી જાય છે. એક વાત બરાબર યાદ રાખો કે ટોચ પર પહોંચવામાં હજી પણ શૉર્ટકટ ચાલશે, પણ ટોચ પર ટકવામાં શૉર્ટકટ ક્યારેય નથી ચાલતો અને ક્યારેય નથી ચાલ્યો. સારામાં સારી પોઝિશન પર રહેલા લોકો પોતાની ટૂંકી દૃષ્ટિ, અહંકાર અને સ્વાર્થી માનસિકતાને કારણે ધરતી પર પટકાયા છે અને એ જ્યારે પણ પટકાયા છે ત્યારે અવાજ વિના જ પારાવાર દેકારો મચ્યો છે.


આ પણ વાંચો: જાતને હંમેશાં સાચી માનવી અને સતત સાચી સાબિત કરતા રહેવું એ પણ વ્યસન છે

આજના યુવાવર્ગને ઉદ્દેશીને મારે ખાસ કહેવું છે કે મથો. મથવું, ઝઝૂમવું, પરસેવો પાડીને તરફડવું જરૂરી છે. સ્ટાર્ટઅપની શરૂઆત માટે આજના યુવાનો જે નવીનતમ આઇડિયાઝને અપનાવીને પોતાનું કાર્ય કરી રહ્યા છે એ ખરેખર પ્રશંસાપાત્ર છે. તેમની સૂઝબૂઝ અને આઉટ ઑફ ધ બૉક્સ વિચારવાની ક્ષમતાને ખરેખર સલામ છે, પણ ફરીથી એક જ વાત લાગુ પડે છે કે સ્ટાર્ટઅપના નામે તમે બિઝનેસ શરૂ તો કરી દેશો, પણ એને ટકાવવો હશે તો સતત ઝઝૂમવું પડશે, પસીનો પાડવો પડશે. ટોચ પર પહોંચવું સહેલું છે પણ ટોચ પર ટકી રહેવું અઘરું છે. યુવાનીથી આખા જીવનની રૂપરેખા નક્કી થતી હોય છે એ સમયે થોડી સતર્કતા અને સમજદારી સાથે પોતાના પ્રયાસોને સતત અને અવિરતના ધોરણે ચાલુ રાખશો તો પોતાની ઓળખને એક સ્થાયિત્વ મળશે.


જો પોતાની ઓળખને પાણીના પરપોટા કે હવામાંની વરાળ જેમ ન રાખવી હોય તો આરંભે શૂરાની નીતિ છોડીને સતત સક્રિય રહેવાનું શરૂ કરો અને પછી જુઓ કમાલ. એ જે કમાલ હશે એ તમને જ નહીં, તમારી સાથે અને તમારી પાસે રહેલા સૌકોઈને પણ એક નવું જ રિઝલ્ટ આપશે અને એ રિઝલ્ટ એવું હશે જેની તમે ધારણા પણ નહીં માંડી હોય.

અસ્તુ.

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2023 04:04 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK