Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કેરી ખાવી છે, પણ આંબા ઉગાડવાની બાબતમાં આપણે જાગ્રત નથી થવું

કેરી ખાવી છે, પણ આંબા ઉગાડવાની બાબતમાં આપણે જાગ્રત નથી થવું

07 May, 2024 07:12 AM IST | Mumbai
Tiku Talsania

મળ્યું છે તો માણો, પણ માણ્યા પછી તમારું ઉત્તરદાયિત્વ પણ નિભાવો અને નેચરને અકબંધ રાખવામાં તમારાથી થાય એટલી મદદ કરો.

ટીકુ તલસાણિયાની તસવીર

મારી વાત

ટીકુ તલસાણિયાની તસવીર


મૅન્ગોની સીઝન હોય એટલે નૅચરલી ઘરમાં કેરી તો આવે જ અને એમાં પણ આપણા ગુજરાતીઓના ઘરમાં તો રોજ કેરી હોય. સાચું કહેજો, કેટલા લોકોએ કેરીની ગોટલી સાચવી રાખી છે? મુખવાસ બનાવવાના હેતુથી ગોટલી સાચવી હોય એની વાત નથી કરતો, હું આંબો ઉગાડવા માટે સાચવી હોય એવી ગોટલીની વાત કરું છું. મેં હમણાં જ ક્યાંક વાંચ્યું કે મુંબઈના કેટલાક લોકો તમારા ઘરે આવીને આ ગોટલીઓ લઈ જાય અને પછી એને ઉગાડીને નવા આંબા તૈયાર કરવાનું સરસ કામ કરે છે. એ વાંચ્યું ત્યારે જ મને મનમાં આવ્યું કે આપણે આ પૃથ્વી પાસેથી બધું લીધા કરીએ છીએ પણ એને પાછું વાળવાનું તો કામ જ નથી કરતા અને પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે ગ્લોબલ વૉર્મિંગનું પ્રમાણ બહુ વધી ગયું છે. આ જે ગ્લોબલ વૉર્મિંગની વાત છે એના દોષી આપણે જ છીએ. એકધારું આપણે પૉલ્યુશન ઊભું કરતા જઈએ છીએ, પૃથ્વીના પેટમાંથી બધું બહાર કાઢ્યા કરીએ છીએ, પણ પછી પૃથ્વીને સુધારવાનું કામ કરવાની દિશામાં આપણે સહેજ પણ વિચારતા નથી.

આજે તમે જ્યાં જુઓ ત્યાં પાક્કી સડક છે. વરસાદનું પાણી જમીનમાં ઊતરે એવું આપણે રહેવા જ નથી દીધું. વરસાદનું પાણી જમીનમાં ઊતરે એને માટે સોસાયટી પણ ખાસ કંઈ મહેનત નથી કરતી. થોડાં વર્ષો પહેલાં વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટે ખાસ્સી એવી અવેરનેસ આવી હતી અને લોકો એ દિશામાં કામ કરતા થઈ ગયા હતા, પણ હવે ફરીથી આપણે આંખ આડા કાન કરવા માંડ્યા છીએ. આવું જ રહેશે તો કેમ ચાલશે, આવું જ રહેશે તો આ પૃથ્વી જીવવા જેવી કેમ રહેશે?



મને લાગે છે કે આપણે માત્ર આપણા વિશે વિચારવાનું છોડીને થોડું આ દિશામાં પણ વિચારવાનું શરૂ કરવું જોઈએ અને નેચર પ્રત્યેની આપણી જે જવાબદારીઓ છે એ માટે ગંભીર થવું જોઈએ. નેચર બધું ફ્રીમાં આપે છે પણ એ જો એક વાર નેચર ખાલી થઈ ગઈ તો પછી આપણે જે કૉસ્ટ ચૂકવવી પડશે એ એટલી મોટી હશે જેની કલ્પના પણ ન થઈ શકે. આપણે તો મુંબઈ જેવા શહેરમાં રહીએ છીએ, આપણને બધા પ્રકારની સુવિધા મળે છે, પણ એક વખત એ નાનાં ગામડાંઓમાં જઈને જોઈ આવો જ્યાં સુવિધા નથી. આજે પણ પાણી ભરવા માટે એ ગામડાંઓની મહિલાઓએ પાંચ-પાંચ કિલોમીટર ચાલવું પડે છે અને લાઇટના અભાવે બાળકોએ ફાનસના પ્રકાશમાં ભણવું પડે છે. મળ્યું છે તો માણો, પણ માણ્યા પછી તમારું ઉત્તરદાયિત્વ પણ નિભાવો અને નેચરને અકબંધ રાખવામાં તમારાથી થાય એટલી મદદ કરો.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 07:12 AM IST | Mumbai | Tiku Talsania

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK