ગુજરાતે કુલ ૬ પૉઇન્ટ્સ રળી લીધા છે
ગુજરાતની રાજેશ્વરી ગાયકવાડે શાનદાર બોલિંગ કરીને માત્ર ૧૬ રન આપીને યુપીની ૩ મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.
વિમેન્સ પ્રીમિયર લીગની ગઈ કાલની મૅચમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વૉરિયર્ઝને હરાવીને પૉઇન્ટ્સ ટેબલમાં બીજું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. સતત ત્રણ હાર પછી ગઈ કાલે વિજય મેળવીને ગુજરાતે કુલ ૬ પૉઇન્ટ્સ રળી લીધા છે, જ્યારે યુપી ૬ મૅચમાંથી બે જીતીને અને ચાર હારીને ૪ પૉઇન્ટ સાથે રનરેટના આધારે એકદમ તળિયે છે. રાૅયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ પાંચેય મૅચ જીતીને ૧૦ પૉઇન્ટ સાથે ટૉપ પર છે; જ્યારે ૬માંથી બે મૅચ જીતીને ચાર પૉઇન્ટ સાથે મુંબઈ ઇન્ડિયન્સ ત્રીજા સ્થાને અને પાંચ મૅચમાંથી બે જીતીને દિલ્હી કૅપિટલ્સ ચાર પૉઇન્ટ સાથે ચોથા સ્થાને છે.
ગઈ કાલની મૅચમાં ગુજરાતે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૨ રન કર્યા હતા, જેના જવાબમાં યુપી અઢારમી ઓવરમાં ૧૦૮ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું હતું.


