કૅન્સરગ્રસ્ત બાળકો માટે કામ કરતા ImPaCCT ફાઉન્ડેશનના અનિરુદ્ધ કરંજેકરે આ બાળક માટે લમ્બોર્ગિનીમાં બેસવાની વ્યવસ્થા કરી હતી
લમ્બોર્ગિનીમાં બેઠેલો ખુશખુશાલ બાળક
જળગાવના ૧૧ વર્ષના કૅન્સરગ્રસ્ત બાળકે દર્શાવેલી ઇચ્છાએ ઇન્ટરનેટ પર અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. મુકુંદ મુંબઈની તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં હાડકાંના મેટાસ્ટેટિક કૅન્સરની સારવાર લઈ રહ્યો છે. ખૂબ આકરી અને પીડાદાયક સારવાર દરમ્યાન તેણે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને મળવાની અને લમ્બોર્ગિનીમાં બેસવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સોશ્યલ મીડિયા પર આ વાત વાઇરલ થતાં કૅન્સરગ્રસ્ત બાળકો માટે કામ કરતા ImPaCCT ફાઉન્ડેશનના અનિરુદ્ધ કરંજેકરે આ બાળક માટે લમ્બોર્ગિનીમાં બેસવાની વ્યવસ્થા કરી હતી. ત્યાર બાદ લમ્બોર્ગિનીના શોરૂમમાં બાળકનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ખુશખુશાલ બાળકે એ દિવસ તેની લાઇફનો બેસ્ટ ડે હોવાનું કહ્યું હતું.


