Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > 77મા પ્રજાસત્તાક દિનની ગાંધીનગરની નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીમાં ઉજવણી

77મા પ્રજાસત્તાક દિનની ગાંધીનગરની નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીમાં ઉજવણી

Published : 26 January, 2026 04:21 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન NCC કૅડેટ્સ અને NSS સ્વયંસેવકોએ પરેડમાં ભાગ લઈને શિસ્ત અને દેશભક્તિનું પ્રદર્શન કર્યું. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિના ગીતો, સમૂહ નૃત્ય અને કાવ્યપઠન રજૂ કરવામાં આવ્યા હતા.

NFSU વૈશ્વિક ફોરેન્સિક ક્ષેત્રે નેતૃત્વ પૂરું પાડશેઃ ડૉ. જે. એમ. વ્યાસ

NFSU વૈશ્વિક ફોરેન્સિક ક્ષેત્રે નેતૃત્વ પૂરું પાડશેઃ ડૉ. જે. એમ. વ્યાસ


નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે સોમવારે ભારતના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. 26 જાન્યુઆરી, 2026ના રોજ ‘પદ્મશ્રી’થી સન્માનિત અને NFSUના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં કઝાકિસ્તાનના આંતરિક બાબતોના નાયબ પ્રધાન મેજર જનરલ આઈદર સૈતબેકોવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ કઝાકિસ્તાનના પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પણ કરી રહ્યા હતા. કાર્યક્રમમાં પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી, અમેરિકાના પ્રો. સ્ટીફન બાર્ન્સ અને NFSUના પ્રોફેસર ઑફ પ્રેક્ટિસ પરિંદુ ભગત અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.

ડૉ. જે. એમ. વ્યાસે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે NFSUની સ્થાપના વર્ષ 2009માં થઈ હતી અને આજે યુનિવર્સિટીના ભારતભરમાં 13 કૅમ્પસ તેમજ વિદેશમાં યુગાન્ડામાં એક કૅમ્પસ કાર્યરત છે. તેમણે કહ્યું કે NFSU વૈશ્વિક સ્તરે ફોજદારી ન્યાય પ્રણાલીને મજબૂત બનાવવાના હેતુથી કામ કરી રહી છે. અનેક દેશોએ પોતાના દેશમાં NFSUના કૅમ્પસ સ્થાપવા માટે રસ દર્શાવ્યો છે અને કઝાકિસ્તાન તરફથી આવેલી દરખાસ્ત હાલમાં વિચારણા હેઠળ છે. ડૉ. વ્યાસે વધુમાં જણાવ્યું કે વિશ્વ આજે નાર્કો-સાયબર આતંકવાદ અને નકલી ચલણ જેવા ગંભીર ખતરાઓનો સામનો કરી રહ્યું છે, જે વૈશ્વિક સુરક્ષા માટે મોટો પડકાર છે. આવા ગુનાઓ સામે લડવા માટે NFSU આધુનિક ફૉરેન્સિક તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. યુનિવર્સિટી ફૉરેન્સિક વિજ્ઞાન અને સંબંધિત ક્ષેત્રોમાં કુશળ માનવબળ તૈયાર કરીને કાયદા અમલ અને ન્યાયિક વ્યવસ્થાને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે.



પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન NCC કૅડેટ્સ અને NSS સ્વયંસેવકોએ પરેડમાં ભાગ લઈને શિસ્ત અને દેશભક્તિનું પ્રદર્શન કર્યું. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિના ગીતો, સમૂહ નૃત્ય અને કાવ્યપઠન રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં NFSU ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સી.ડી. જાડેજા, NFSU દિલ્હી કૅમ્પસના ડાયરેક્ટર પ્રો. ડૉ. પૂર્વી પોખરિયાલ, NFSU ભોપાલના ડાયરેક્ટર પ્રો. (ડૉ.) સતીશ કુમાર, વિવિધ સ્કૂલોના ડીન, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા.


ભારતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની અધ્યક્ષતા કરી, જેમાં તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ઐતિહાસિક દિવસની યાદમાં રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું. ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના અવસરે આજે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. રાષ્ટ્રગીતના ગાન વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, ત્યારબાદ સ્વદેશી 105-મીમી લાઇટ ફિલ્ડ ગનનો ઉપયોગ કરીને ૨૧ તોપોની જોરદાર સલામી આપવામાં આવી. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાનો, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે રાષ્ટ્રપતિ મુર્મુનું કર્તવ્ય પથ ખાતે સલામી બેઝ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું.


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2026 04:21 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK