જબરદસ્ત વધારા સાથે ખુલ્યું સેન્સેક્સ, પાર કર્યો 52400નો આંકડો
બીએસઈ
આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 308.17 અંકની તેજી સાથે 52462.30ના સ્તર પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 56.57 અંકની તેજી સાથે 15,371.45ના સ્તર પર ખુલ્યું છે. છેલ્લા કારોબારી દિવસે ઘરેલૂ શૅર બજાર ઉચ્ચતમ સ્તર પર બંધ થયું. સેન્સેક્સ 609.83 અંક ઉપર 52154.13ના સ્તર પર બંધ થયું. તેમ જ નિફ્ટી 151.40 અંકની તેજી સાથે 15314.70ના સ્તર પર બંધ થયું. બજારમાં કાલે દિવસભર ઉતાર-ચઢાવ જોવા મળ્યો.
આજના પ્રમુખ શૅરોમાં એચડીએફસી બેન્ક, એસબીઆઈ, ગ્રાસિમ, ટેક મહિન્દ્રા અને એક્સિસ બેન્કના શૅર લીલા નિશાન પર ખુલ્યા છે. તેમ જ અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, જેએસડબલ્યૂ સ્ટીલ અને ટાટા સ્ટીલના શૅર લાલ નિશાનમાં ખુલ્યા. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં આજે તમામ સેક્ટર્સની શરૂઆત વધારા સાથે થઈ છે. એમાં મીડિયા, પીએસયૂ બેન્ક, રિયલ્ટી, ફાર્મા, ફાઈનાન્સ સર્વિસિઝ, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી અને પ્રાઈવેટ બેન્ક સામેલ છે. સોમવારે સેન્સેક્સ 359.87 અંકની તેજી સાથે 51,904.17ના સ્તર પર ખુલ્યાં હતા. તેમ જ નિફ્ટી 107 અંકની તેજી સાથે 15,270.30ના સ્તર પર ખુલ્યા હતા.
ADVERTISEMENT
વિદેશી-વિનિમય બજારમાં રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે સાત પૈસાની મજબૂતી સાથે 72.68 પર બંધ થયો હતો. આ રૂપિયાને લગભગ એક વર્ષનો ઉચ્ચતમ સ્તર છે. ડૉલર 72.61 રૂપિયા પર ખુલ્યા બાદ દિવસમાં 72.57-72.69ના તબક્કામાં ચાલતો રહ્યો. બજાર બંધ થતા સમયે વિનિમય દર 72.68 રૂપિયા પ્રતિ ડૉલર રહ્યો, જે રૂપિયામાં સાત પૈસાનો વધારો દર્શાવે છે. શુક્રવારના ડૉલર 72.75 પર બંધ થયું હતું. આ બધાની વચ્ચે વૈશ્વિક તેલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.23 ટકા વધીને 63.20 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયું. આ વચ્ચે જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો જાન્યુઆરીમાં ઝડપથી વધીને 2.03 ટકા થયો છે.
છેલ્લા શુક્રવાગે બજાર બંધ થતા બાદ બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ ઔદ્યોગિક ઉત્પાદનમાં ડિસેમ્બરમાં એક ટકાનો વધારો થયો છે, જ્યારે રિટેલ ફુગાવા જાન્યુઆરીમાં 16 મહિનાની નીચી સપાટીએ 4.06 ટકા હતો.