Video: ધોની એક રન પર આઉટ, પિતાની બેટિંગ પર ઝીવાએ કહ્યું : હું ખુશ છું

Jun 17, 2019, 15:10 IST

બિસ્કિટ ખાતા ખાતાં ઝીવા મજાક કરે છે મસ્તી કરે છે રમે છે. આ વીડિયોમાં તેની સાથે ગાયક રાહુલ વૈદ્ય પણ દેખાય છે

Video: ધોની એક રન પર આઉટ, પિતાની બેટિંગ પર ઝીવાએ કહ્યું : હું ખુશ છું
ઝીવા ધોની

વર્લ્ડ કપ 2019માં ભારત પાકિસ્તાન મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી પણ ખૂબ જ મસ્તી કરતી જોવા મળી.

વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાન પર મળેલી ભવ્ય જીત બાદ સોશિયલ મીડિયામાં ટીમ ઇન્ડિયાના વખાણ થઇ રહ્યા છે. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર મેચને લઇને અનેક પોસ્ટ્સ થઇ રહી છે. દરમિયાન સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાના પુર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝીવા ધોનીને પણ લાઇક્સ અને શેર મળી રહ્યા છે. ભારત-પાકિસ્તાનના મેચ જોવા પહોંચેલી ઝીવાની કેટલીય પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ભારતીય ક્રિકેટર ઋષભ પંતે પણ ઝીવા સાથેનો એક વીડિયો શેર કર્યો છે.

 
 
 
View this post on Instagram

Partners in crime 😈 @ziva_singh_dhoni

A post shared by Rishabh Pant (@rishabpant) onJun 16, 2019 at 11:42am PDT

રાહુલ વેદ્ય સાથે મસ્તી કરતી જોવા મળી ઝીવા
તો એક વીડિયોમાં ઝીવા મસ્તી કરતી જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે બિસ્કિટ ખાતા ખાતાં ઝીવા મજાક કરે છે મસ્તી કરે છે રમે છે. આ વીડિયોમાં તેની સાથે ગાયક રાહુલ વૈદ્ય પણ દેખાય છે જે તેની સાથે રમે છે. વીડિયોમાં ઝીવા પોતાના પિતા એમ એસ ધોનીની બેટિંગથી ખૂબ જ ખુશ થતી જોવા મળે છે, પછી ભલેને ધોની મેચ દરમિયાન એક જ રને આઉટ થઈ ગયો હોય.

 
 
 
View this post on Instagram

Biscuit from cutie #zivadhoni ❤❤❤

A post shared by Viral Bhayani (@viralbhayani) onJun 16, 2019 at 9:25am PDT

આ પણ વાંચો : પાકિસ્તાનમાં મેચ હાર્યા બાદ ચાહકોએ તોડ્યા ટીવી, ક્રિકેટર્સને આપી ગાળો

જાણો, વીડિયોમાં ઝીવાએ પિતા ધોની વિશે શું કહ્યું...?
વીડિયોમાં રાહુલ ઝીવાને પૂછે છે કે, "તમે પાપાની બેટિંગ જોઇ?" આ પ્રશ્નનો જવાબ આપતાં ઝીવાએ હાં કહ્યું ત્યાર પછી ઝીવાએ તેના પ્રદર્શનથી ખુશ છે કે નહીં એવું પૂછ્યું ત્યારે ઝીવાએ કહ્યું કે તે ખૂબ જ ખુશ છે. સાથે જ તે મસ્તી કરતી જોવા મળે છે. આ સિવાય ઝીવા ઋષભ પંત સાથે મસ્તી કરતી જોવા મળી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK