Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > `EVM મારા બાપાનું...` ભાજપા નેતાના દીકરાએ મશીન કબજે કરી લીધી? વીડિયો વાયરલ

`EVM મારા બાપાનું...` ભાજપા નેતાના દીકરાએ મશીન કબજે કરી લીધી? વીડિયો વાયરલ

08 May, 2024 06:16 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Lok Sabha Elections 2024: કૉંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચ સામે આ મામેલ કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

પ્રતિકાત્મક તસવીર (મિડ-ડે)

પ્રતિકાત્મક તસવીર (મિડ-ડે)


કી હાઇલાઇટ્સ

  1. ગુજરાતના મહિસાગર જિલ્લામાં EVM કેપ્ચર કરવાની ઘટનાથી રાજકીય વિવાદ સર્જાયો છે
  2. ભાજપના એક નેતાના પુત્ર પર વોટિંગ બૂથ કેપ્ચરિંગ કરવાનો ગંભીર આરોપ કરવામાં આવ્યો છે
  3. ઇવીએમ કબ્જે kepકરવાની ઘટનાને લઈને કૉંગ્રેસે ફરી મતદાન કરવવાની માગણી કરી છે

દેશમાં લોકસભા ચૂંટણીની (Lok Sabha Elections 2024) માહોલ સર્જાયો છે, એવામાં મતદાન કેન્દ્રો પર મતદાન કરતી વખતે અનેક લોકોએ કાયદાનું ઉલ્લંઘન કરીને, મતદાનના વીડિયો રેકોર્ડ કરવાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હાલમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગુજરાત લોકસભા ચૂંટણી દરમિયાન મહિસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના એક નેતાના પુત્ર પર ઇવીએમ મશીનને કબ્જે કરીને તેનો વીડિયો રેકોર્ડ કરી તેને ઓનલાઇન અપલોડ કરવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ મામલે હવે મોટો રાજકીય વિવાદ સર્જાતા કૉંગ્રેસ તરફથી ચૂંટણી પંચ સામે આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે.

ભાજપ નેતાના પુત્રએ ઇવીએમ મશીનનો વીડિયો રેકોર્ડ કરીને તેને ઓનલાઈન શેર કરી લીધો હતો. આ સાથે ભાજપ નેતાના દીકરાએ વીડિયોમાં ઘણા અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. કૉંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચ સામે આ મામેલ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આ ગંભીર ઘટનાની જાણ થયા બાદ સંબંધિત વિસ્તારના એફઆઈઆર દાખલ કરીને ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યા છે.




આ મામલે કૉંગ્રેસે આરોપ કર્યો હતો કે “ગુજરાતના મહિસાગર લોકસભા વિસ્તારના ભાજપના (Lok Sabha Elections 2024) નેતા વિજય ભાભોરેના દીકરાએ ઇવીએમ સાથે છેડછાડ કરી હતી. તેમ જ ચૂંટણી પંચને પણ અપશબ્દો પણ કહ્યા હતા. આ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇનસ્ટાગ્રામ પર લાઈવ જઈને મતદાન કેન્દ્ર પર અતિક્રમણ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જેથી આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગણી ગુજરાત કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે”.


ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવકતાએ આ મામલે કહ્યું હતું કે આ પ્રકારનો ગુનો કરવાની છૂટ સામાન્ય લોકોને મળી છે, જો નહીં તો પછી ભાજપન નેતાના પુત્ર સામે પોલીસે કેમ કોઈપણ કાર્યવાહી નથી કરી. તેમ જ મહિસાગર જિલ્લાના સંતરામપુરના બૂથ નંબર 220 પરથમપુરમાં ફરીથી ચૂંટણી કરવાની માગણી પણ કૉંગ્રેસના મુખ્ય પ્રવકતાએ કરી હતી. આ વાઇરલ વીડિયોમાં જોવા મળી રહ્યો છે કે બે આરોપીઓ “ઇવીએમ વગેરે તમામ મારા બાપનું છે” એમ કહેતા સંભળાઇ રહ્યા છે.

સંતરામપુરના આ મતદાન બૂથ પર લાઈવ કરવામાં આવેલા ઇવીએમના (Lok Sabha Elections 2024) વીડિયોને લીધે રાજકીય વિવાદ સર્જાયો છે. આ ઘટના બની ત્યારે બૂથ પર કોણ તહેનાત હતું અને તેમણે કેમ કોઈપણ કાર્યવાહી નથી કરી તેમ જ પોલીસે વિજય ભાભોરે સામે પણ ગુનો દાખલ કર્યો નથી, એવો આરોપ કરવામાં આવી રહ્યા છે. ભાજપે દાહોદ લોકસભા બેઠક પરથી હાલના સાંસદ જસવંત સિંહ ભાભોરેને ઉમેદવાર બનાવ્યા હતા તો કૉંગ્રેસે પૂર્વ સાંસદ પ્રભા કિશેર તવિયાડને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જોકે ઇવીએમ કબ્જે કરવાની ઘટના સામે આવતા જ તવિયાડે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 06:16 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK