અમને ગર્વ છે કે અમે ઇન્ડિયન ટીમ સામે રમી તેમને હરાવ્યા : વિલિયમસન

Published: Jul 12, 2019, 10:55 IST | લંડન

ન્યુ ઝીલૅન્ડે ભારતને બે દિવસ ચાલેલી પહેલી સેમી ફાઇનલમાં ૧૮ રને હરાવીને શાનથી સતત બીજી વખત વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

વિલિયમસન
વિલિયમસન

ન્યુ ઝીલૅન્ડે ભારતને બે દિવસ ચાલેલી પહેલી સેમી ફાઇનલમાં ૧૮ રને હરાવીને શાનથી સતત બીજી વખત વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કૅન વિલિયમસને મીડિયાને કહ્યું, ‘આશા છે કે તેઓ વધારે ગુસ્સામાં નહીં હોય. ભારતમાં ક્રિકેટ માટે જે પૅશન છે એની બરાબરી કોઈ ન કરી શકે અને અમને ગર્વ છે કે અમે ભારત જેવી ટીમ સામે ક્રિકેટ રમ્યા. તેમને સપોર્ટ કરવા તેમના કરોડો દેશવાસીઓ પડખે હતા.’

વિલિયમસનનો જવાબ સેફ અને ડિપ્લોમેટિક હતો છતાં હૃદયને પીગળાવે એવો ઝનૂની હતો. વિલિયમસને આગળ કહ્યું, ‘અમને આશા છે કે ભારતના ૧૩૦ કરોડ ફૅન્સ ફાઇનલમાં અમને સપોર્ટ કરશે. ભારત એક વર્લ્ડ-ક્લાસ ટીમ છે અને વન-ડે અને ટી૨૦ ક્રિકેટમાં કંઈ પણ કહેવું વહેલું કહેવાય. ભલે એ સેમી ફાઇનલ હોય કે ફાઇનલ મૅચ હોય. ભારતે ઘણા લેજન્ડ ખેલાડી આપ્યા છે અને એટલા માટે તેઓ નંબર વન કે ટૂ ટીમ છે. એક ક્રિકેટ દેશ તરીકે મને ભારત માટે ભારોભાર આદર છે. મને આશા છે કે ભારતના ફૅન્સ તેમની ટીમ સાથે હશે.’

કિવી કૅપ્ટને તેના દેશના ચાહકો વિશે કહ્યું, ‘આઇ એમ સ્યૉર, ન્યુ ઝીલૅન્ડમાં અમારા ચાહકો એક્સાઇટેડ હશે અને જુઓ, અમને વધુ એક વર્લ્ડ કપ ફાઇનલ રમવાની તક મળી છે જે ફક્ત ૪ વર્ષમાં એક વખત મળે છે.’

પોતાની કૅપ્ટન્સી વિશે તેણે કહ્યું, ‘રિઝલ્ટની ચિંતા કર્યા વિના રમવાથી આગળ વધવામાં ક્લેરિટી મળે છે તેમ જ ભૂતકાળના પરાજયનો આઘાત રહેતો નથી.’

ધોનીના ભવિષ્ય વિશે તેણે મજાકમાં સમજાવ્યું કે આમાં કમેન્ટ્સ કરવાનું મારું કામ નથી. તેણે મજાક કરતાં કહ્યું, ‘તે ન્યુ ઝીલૅન્ડનો ન હોવાથી અમારી ટીમમાં નહીં રમી શકે. ધોનીનો અનુભવ ખૂબ કીમતી છે. રવીન્દ્ર જાડેજા સાથે તેની ૧૧૬ રનની પાર્ટનરશિપ એ સમયે અત્યંત, અત્યંત વેલ્યુએબલ હતી.’

આ પણ વાંચો : 5વારની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવી ઇંગ્લેન્ડ 27 વર્ષ બાદ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી

તેણે મજાકમાં વાત પૂરી કરતાં કહ્યું, ‘જો તે નૅશનલિટી ચેન્જ કરવા ઇચ્છશે તો અમે તેના સિલેક્શન પર ધ્યાન આપીશું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK