ધોનીની નિવૃતીને લઇને પ્રશ્ન પુછતા વિરાટ કોહલીએ આપ્યો આવો જવાબ

Updated: Jul 11, 2019, 12:18 IST | Manchester

ટીમ ઇન્ડિયા હવે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઇ છે અને ભારતને જીત અપાવી શકે તેવી આશા ફક્ત ધોની પાસે જ હતી. અંતે ધોની પણ એક રન લેવામાં રિસ્ક લઈને આઉટ થયા હતા.

Manchester : ટીમ ઇન્ડિયા હવે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઇ છે અને ભારતને જીત અપાવી શકે તેવી આશા ફક્ત ધોની પાસે જ હતી. અંતે ધોની પણ એક રન લેવામાં રિસ્ક લઈને આઉટ થયા હતા. બાદમાં ભારતીય ટીમને સંભાળી શકે તેવું કોઈ હતું નહીં. સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ થઈ રહી છે આ ધોનીનો આખરી મેચ છે અને હવે તેઓ ક્યારેય વનડેમાં રમશે નહીં.


જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે આ બાબતે કોહલીને પૂછવામાં આવ્યું કે ધોની સંન્યાસ લેવાના છે? કોહલીએ આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે તેના વિશે તો મને પણ જાણકારી નથી અને તેમને મને આ બાબતે કશું જ પહેલાંથી કહ્યું નથી. આમ કોહલીએ પણ આ ઉત્તર ધોની પાસેથી માગો આવું આડકતરી રીતે કહી દીધું છે.


ધોની વિશે ભારતના ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ પણ ખૂલાસો કરીને કહ્યું હતું કે આ મેચ તેમની છેલ્લી મેચ હોય શકે છે. એક ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટર દ્વારા જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે ધોનીએ કહ્યું કે તેમને પણ આ વાતનો અંદાજો નથી. હાલ તો ધોનીને લઈને સોશિયલ મીડિયામાં તેમના પ્રશસંકો દ્વારા ભાવુક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. ધોનીની એવી ઈચ્છા હતી તેઓ બે વિશ્વ કપ જીતી શકે પણ આ ઈચ્છા ભારતના બહાર થઈ જવાથી અધૂરી રહી ગયી છે.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

મેચ બાદ કોહલીએ ધોનીના કર્યા વખાણ
વિરાટકોહલીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ધોનીના વખાણ કર્યા હતા અને કહ્યું કે તેમને સારી એવી બેટિંગ કરી. કોહલીએ રવિન્દ્ર જાડેજાના પણ ભારોભાર વખાણ કર્યા હતા. ભારત અને ન્યૂઝીલેન્ડની મેચમાં ધોની જ્યારે આઉટ થયા ત્યારે તેના ચહેરા પર ગુસ્સો જોવા મળ્યો હતો. ધોનીને હંમેશા શાંત માનવામાં આવે છે અને તેઓ ધીરજપૂર્વક રમે છે. આ વખતે તેઓ કોઈ વિશેષ લક્ષ્ય સાથે મેદાનમાં ઉતર્યા હતા અને તેને મેળવી ન શકતા ગુસ્સો પણ તેમના ચહેરા પર આવી ગયો હતો.

ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

 
Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK