Delhi High Court: ભારતીય કાયદા અને જેલના નિયમો કેદીને `લિવ-ઈન પાર્ટનર` સાથે વૈવાહિક સંબંધો બાંધવાની પેરોલની મંજૂરી આપતા નથી
કેદી માટે વપરાયેલી પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- લિવ-ઈન પાર્ટનર` સાથે સેક્સ કરીને સંબંધો જાળવવા માટે પેરોલ પર મુક્ત કરવાનો ઇનકાર કરાયો
- આ કેદીએ એવો કોઈ જ ખુલાસો કર્યો નહોતો કે મહિલા તેની પત્ની નથી
- મહિલાએ પણ અરજીમાં પોતાને તેની પત્ની ગણાવી હતી
તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) એક એવો ચુકાદો આપ્યો હતો કે જેને લઈને તે કેસ ચર્ચામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે જેલની અંદર એક વ્યક્તિ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. આ કેદીએ તેની પત્ની સાથે તો નહીં જ પરંતુ તેના લિવ-ઈન પાર્ટનર સાથે સંબંધ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને આ જ કારણોસર તેણે પેરોલની માંગણી વ્યક્ત કરી હતી. પરંતુ તેની આવી માંગણીને કારણે દિલ્હી હાઈકોર્ટનાં જજ ગુસ્સે ભરાઈ ગયા હતા.
જોકે, ભારતીય કાયદા અને જેલના નિયમો કેદીને `લિવ-ઈન પાર્ટનર` સાથે વૈવાહિક સંબંધો બાંધવાની પેરોલની મંજૂરી આપતા નથી. માટે જ કોર્ટે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ એવો દાવો કરી ન શકે.
ADVERTISEMENT
સુનાવણી દરમિયાન શું કહ્યું દિલ્હી હાઈકોર્ટે?
તમને જણાવી દઈએ કે ગુરુવારે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને તે દરમિયાન કોર્ટે (Delhi High Court) એવું નિવેદન આપ્યું હતું કે કોઈપણ વ્યક્તિ અને એ પણ પાછો જે દોષિત વ્યક્તિ હોય અને તે પોતાના લવ ઇન પાર્ટનર સાથે સંબંધ બાંધે અને તે પણ કાયદા અને જેલના નિયમોના દાયરામાં છે.
શું કહે છે કાયદો?
હાઈકોર્ટ (Delhi High Court)ના જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માએ તો આ વ્યક્તિએ કરેલ દાવા પર એવું પણ સંભળાવી દીધું હતું કે હાલનો કાયદો તો કાયદેસર રીતે પરિણીત પત્ની સાથે સંબંધ રાખવા માટે કોઈને પેરોલ આપવાની મંજૂરી આપતો નથી તો પછી આ કેદી તો લિવ-ઈન પાર્ટનરની વાત કરી રહ્યો છે એ તો ઘણી જ દૂરની વાત છે.
આ રીતે હાઈકોર્ટે એક પુરુષ કેદીને તેના વૈવાહિક સંબંધોને પૂર્ણ કરવા અને તેના `લિવ-ઈન પાર્ટનર` સાથે સેક્સ કરીને સામાજિક સંબંધો જાળવવા માટે પેરોલ પર મુક્ત કરવાનો ઇનકાર કરતી વખતે જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ અત્યારે જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
કાયદેસર રીતે પરિણીત પત્ની જીવિત હોઈ અને તેના ત્રણ બાળકો હોઈ કોઈ ગુનેગાર કોઈપણ રીતે કાયદા અને જેલના નિયમોના દાયરામાં તેના `લિવ-ઇન પાર્ટનર` પાસેથી બાળક મેળવવાનો મૂળભૂત અધિકાર હોવાનો દાવો કરી શકતો નથી, જે પોતે પણ દોષિત છે.
લિવ-ઇન-પાર્ટનર મહિલા પણ ખોટું બોલી
Delhi High Court: જોકે એવું પણ સામે આવ્યું છે કે આ કેદીએ એવો કોઈ જ ખુલાસો કર્યો નહોતો કે તે જે મહિલાની વાત કરી રહ્યો છે તે મહિલા તેની `લિવ-ઈન પાર્ટનર` હતી અને તે કાયદેસર રીતે પરિણીત તેની પત્ની નથી. જોકે, આ આ મહિલાએ પણ અરજીમાં પોતાને તેની પત્ની કહી છે. અને આ પુરુષ કેદીએ પણ એ વાતનો ખુલાસો નહોતો કર્યો કે તે પોતે તેની પ્રથમ પત્ની પાસેથી કાયદેસર રીતે છૂટાછેડા લીધા નહોતા. અને તેની પહેલી પત્ની સાથે તેના ત્રણ બાળકો પણ હોવાનું સામે આવ્યું છે.