ફિલ્મમેકર મધુ મન્ટેનાને એના માટે પૈસા ચૂકવવામાં ન આવ્યા હોવાથી લઈ શકે છે લીગલ ઍક્શન : સાઉથનો સ્ટાર યશ આ રકમ ભરપાઈ કરશે એવી શક્યતા છે
રણબીર કપૂરની ‘રામાયણ`
રણબીર કપૂરની ‘રામાયણ’ કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાઈ શકે છે. ફિલ્મમેકર મધુ મન્ટેનાએ હાલમાં એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે કે આ ફિલ્મ માટે તેને પૈસા ચૂકવવા માટે જે ઍગ્રીમેન્ટ કરવામાં આવ્યુ હતું એ પૂરું નથી થયું. આથી જો એ જલદી પૂરું કરવામાં ન આવે તો તે લીગલ ઍક્શન લઈ શકે છે. નિતેશ તિવારી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મને પહેલાં મધુ મન્ટેના પ્રોડ્યુસ કરી રહ્યો હતો. તેણે તમામ રિસર્ચ અને ઍક્ટર્સના લુક કેવા હશે એ દરેક વસ્તુ નક્કી કરી હતી. જોકે તેણે ફિલ્મને પ્રોડ્યુસ ન કરવાનું નક્કી કર્યું અને ફિલ્મમાંથી પાછળ હટી ગયો હતો. આ ફિલ્મ તેણે પ્રાઇમ ફોકસના નમિત મલ્હોત્રાને સોંપી હતી અને એ દરમ્યાન તેમણે કરાર કર્યો હતો જે મુજબ મધુ મન્ટેનાને પૈસા ચૂકવવાના હતા. આ પૈસા હજી ચૂકવવામાં નથી આવ્યા એટલે હવે ફિલ્મનો નવો પ્રોડ્યુસર સાઉથનો સ્ટાર યશ વચ્ચે પડીને પૈસા ચૂકવશે કે કેમ એ જોવું રહ્યું.