છેલ્લી ઓવરમાં લેગ સ્પિનરને જોઈને હું રાજીનો રેડ થઈ ગયો હતો : હ‌ાર્દિક

Published: 3rd October, 2020 13:52 IST | Agencies | Mumbai

પોલાર્ડે છેલ્લા ૨૩ બૉલમાં ફટકારેલા ૬૭ રન મૅચનો ટર્નિંગ પૉઇન્ટ હતો. મુંબઈનો આખરે ૪૮ રનનો ભવ્ય વિજય થયો હતો.

હાર્દિક પાંડ્યા
હાર્દિક પાંડ્યા

ઇન્જરી બાદ કમબૅક કરી રહેલો હાર્દિક પંડ્યા ધીરે-ધીરે તેના અસલી લયમાં આવી રહ્યો હોય અેવું લાગી રહ્યું છે. ચેન્નઈ અને બૅન્ગલોર સામે સાધારણ રહ્યા બાદ ગુરુવારે પંજાબ સામે ૧૧ બૉલમાં તેની સ્ટાઇલની બે સિક્સર અને ૩ ફોર સાથે અણનમ ૩૦ રન ફટકારીને તેણે ટીમની જીતનો પાયો નાખ્યો હતો. તેણે અને પોલાર્ડે છેલ્લા ૨૩ બૉલમાં ફટકારેલા ૬૭ રન મૅચનો ટર્નિંગ પૉઇન્ટ હતો. મુંબઈનો આખરે ૪૮ રનનો ભવ્ય વિજય થયો હતો.
મૅચ બાદ તેના જ મોટા ભાઈ કૃણાલ પંડ્યા દ્વારા લેવાયેલા અેક ઇન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ઇનિંગ્સની છેલ્લી ઓવર માટે ઑફ-સ્પિનરને જોઈને તને કેવું લાગ્યું હતું. થોડું હસીને હાર્દિકે કહ્યું હતું કે ‘૨૦મી ઓવરમાં ઑફ સ્પિનરને જોઈને હું તો રાજીનો રેડ થઈ ગયો હતો. મેં અને પોલાર્ડે નક્કી કર્યું હતું કે ‘બૉલને મિસ કરશે તે અેક રન લઈને સામેવાળાને સ્ટ્રાઇક આપી દેશે. બે-બે બૉલ મિસ કર્યા પણ પૉલાર્ડે બધું જ વસૂલ કરી લીધું હતું.’
છેલ્લી ઓવરમાં પહેલા બૉલે કોઈ રન નહોતો બન્યો, પણ બીજા બૉલે હાર્દિક સિક્સર ફટકારવામાં સફળ થયો હતો અને ત્રીજા બૉલમાં ફુલટૉસ ચૂકી ગયો હતો, પણ અેક રન લેવામાં સફળ થયો હતો. પોલાર્ડે ત્યાર બાદ છેલ્લા ત્રણેય બૉલમાં સિક્સર ફટકારી હતી. આમ આ ઓવરમાં ચાર સિક્સર સાથે કુલ ૨૫ રન બન્યા હતા.
હાર્દિકે છેલ્લે કહ્યું હતું કે અમારી મુંબઈ ટીમની આ જ ખાસિયત છે. ટીમમાં દરેક પ્લેયર ચમત્કાર કરવા સમર્થ છે. આ વારંવાર થઈ રહ્યું છે અને એ રસપ્રદ છે.’ `

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK