IPL 2020: રહાણે દિલ્હી ટીમ સાથે જ રહેશે

Published: 8th October, 2020 14:25 IST | IANS | Dubai

અત્યાર સુધી એક પણ મૅચ રમવા ન મળતાં અજિંક્ય અન્ય ટીમમાં મિડ-સીઝન ટ્રાન્સફરની ચર્ચાઓ બાદ ટીમ મૅનેજમેન્ટ કર્યો ખુલાસો

અજિંક્ય રહાણે
અજિંક્ય રહાણે

ઘણા સમયથી રાજસ્થાન ટીમનો કૅપ્ટન અને આ સીઝનથી દિલ્હી કૅપિટલ્સ ટીમમાં ટ્રાન્સફર થનાર અજિંક્ય રહાણેને અત્યાર સુધી એક પણ મૅચમાં રમવા નથી મળ્યું. દિલ્હી ટીમના બૅટ્સમેનોના ફૉર્મને જોતાં રહાણે માટે જગ્યા બનાવવાનું મુશ્કેલ જણાય છે. અનુભવી બૅટ્સમૅન ડગ-આઉટમાં બેસીને કંટાળી ગયો હોવાથી મિડ-સીઝન ટ્રાન્સફર વિન્ડો દ્વારા અન્ય ટીમ માટે વિચારી રહ્યો હોવાની ચચર્ચા જોરદાર થવા લાગી હતી. જોકે ગઈ કાલે દિલ્હી ટીમના અેક અધિકારીએ ખુલાસો કર્યો હતો કે રહાણે બીજે જવાનું નથી વિચારતો અને દિલ્હી ટીમનો હિસ્સો રહેશે. રહાણે તેનો અનુભવ ટીમ સાથે ખુશીથી શૅર કરી રહ્યો છે. પૃથ્વી શૉ અને શિખર ધવન સારા ફૉર્મમાં છે. રહાણેએ પ્લેઇંગ ઇલેવન માટે થોડી રાહ જોવી પડશે.’
ગઈ સીઝનમાં ક્રિકેટ બોર્ડે અન-કૅપ્ડ ખેલાડીઓ જેઓ એક પણ ઇન્ટરનૅશનલ મૅચ રન રમ્યા હોય એવા સીઝનની મધ્યમાં એક ટીમમાંથી બીજી ટીમમાં ટ્રાન્સફર માટે અનુમતિ આપી હતી. જોકે કોઈ ટીમે એનો ઉપયોગ નહોતો કર્યો. આ વખતે આ વિન્ડોમાં અન્ય ખેલાડીઓને અમુક શરતો સાથે ટ્રાન્સફર માટે છૂટ છે. આ માટે જે-તે ટીમની કમસે કમ સાત મૅચ રમાઈ ગઈ હોવી જોઈઅે અને જે-તે ખેલાડીએ બેથી ઓછી મૅચ રમી હોવી જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK