હિમા દાશે વિશ્વ સ્તરે વગાડ્ટો દેશનો ડંકો, પોલેન્ડમાં જીત્યો ગોલ્ડ મેડલ

Mumbai | Jul 05, 2019, 20:02 IST

એથ્લેટિક્સમાં ભારતનું નામ રોશન કરનાર આસામની ઍથ્લીટ હિમા દાસે ફરી એક સિદ્ધિ પોતાના નામે કરી ભારતનું ગૌરવ વધાર્યું છે. હિમા દાસે પોલેન્ડમાં પોન્જાન એથ્લેટિક્સ ગ્રાંપ્રી 2019 (Poznan Athletics Grand Prix) ની 200 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

હિમા દાશે વિશ્વ સ્તરે વગાડ્ટો દેશનો ડંકો, પોલેન્ડમાં જીત્યો ગોલ્ડ મેડલ
હિમા દાસ

Mumbai : એથ્લેટિક્સમાં ભારતનું નામ રોશન કરનાર આસામની ઍથ્લીટ હિમા દાસે ફરી એક સિદ્ધિ પોતાના નામે કરી ભારતનું ગૌરવ વધાર્યું છે. હિમા દાસે પોલેન્ડમાં પોન્જાન એથ્લેટિક્સ ગ્રાંપ્રી 2019 (Poznan Athletics Grand Prix) ની 200 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા હિમા દાસે એશિયન ગેમ્સની 4×400 મીટર રિલે ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હિમા દાસે ટ્વીટ કરી આ વિશે માહિતી આપી.



હિમા દાસે 200 મીટરની આ રેસમાં 23.65 સેકેન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ઉપરાંત ભારતના વી.કે. વિસ્માયાએ 23.75 સેકેન્ડના સમયમાં રેસ પૂરી કરી સિલ્વર મેડલ જીત્યો છે. શોટ પુટ ખેલાડી તેજિંદર પાલ સિંહ તૂરે શોટ પુટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હિમા દાસની આ સિદ્ધિ પર આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે રાજ્યની આ યુવા ખેલાડીને શુભેચ્છા પાઠવી છે.


આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

સોનોવાલે ટ્વીટ કરી લખ્યું કે,‘પોન્જાન એથ્લેટિક્સ ગ્રાંપ્રી-2019ની 200 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતનારી આસામની શાનદાર સ્પ્રિંટ રનર હિમા દાસને શુભેચ્છા. ભવિષ્ય માટે તમને ઘણી બધી શુભકામનાઓ.’ હિમાએ પણ સીએમના આ ટવીટ પર આભાર માન્યો છે. આપને જણાવી દઈએ કે હિમા દાસનો ઇંડિવિઝુઅલ બેસ્ટ પર્ફોર્મેન્સ 23.10 સેકેન્ડ છે. જે ગત વર્ષે હિમાએ પ્રાપ્ત કર્યો હતો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK