ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ દ્વારા આઉટ થનાર બીજો ખેલાડી બન્યો અમિત મિશ્રા

Published: May 10, 2019, 10:56 IST | વિશાખાપટ્ટનમ

દિલ્હીનો સ્પિનર અમિત મિશ્રા આઇપીએલની ૧૨મી સીઝનના ઇતિહાસમાં ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ (ફીલ્ડિંગમાં અવરોધ ઊભો કરવો) દ્વારા આઉટ જાહેર થનાર ફક્ત બીજો ખેલાડી બન્યો હતો

દિલ્હીનો સ્પિનર અમિત મિશ્રા આઇપીએલની ૧૨મી સીઝનના ઇતિહાસમાં ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ (ફીલ્ડિંગમાં અવરોધ ઊભો કરવો) દ્વારા આઉટ જાહેર થનાર ફક્ત બીજો ખેલાડી બન્યો હતો. એલિમિનેટર મૅચમાં દિલ્હીને જીતવા માટે ૩ બૉલમાં ૨ રનની જરૂર હતી ત્યારે મિશ્રા ચીકી સિંગલ લેવા દોડ્યો ત્યારે સ્ટમ્પ પર થ્રો કરવા ઇચ્છતા ખલીલ અહમદનો રસ્તો અવરોધ્યો એથી અમ્પાયરે તેને ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ રીતે આઉટ આપ્યો હતો.

આ પહેલાં ૨૦૧૩માં કલક્તા-પુણે વૉરિયર્યની મૅચમાં યુસુફ પઠાન આ રીતે આઉટ થનાર પહેલો ખેલાડી બન્યો હતો. આ સીઝનમાં બૅટ્સમૅન માંકડિંગ અને હિટ વિકેટ દ્વારા એક-એક વખત આઉટ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ સાક્ષી ધોનીથી રિતીકા સજદેહ, ક્રિકેટર્સની પત્નીઓ આ રીતે IPL કરી એન્જોય

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK