વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી જુલાઈના રોજ ભારતના પેરિસ ઑલિમ્પિક્સ 2024 ના ખેલાડીઓ સાથે વાતચીત કરી, અને તેમને દેશને ગૌરવ અપાવવા માટે પ્રોત્સાહિત કર્યા. પીએમ મોદીએ તેમના નિવાસસ્થાને આ ખેલાડીઓ સાથે વાતચીત કરી, જ્યારે કેટલાક એથ્લેટ્સ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. આ કોન્ફરન્સિંગમાં ઑલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ, લોવલિના બોર્ગોહેન અને વિશ્વ ચેમ્પિયન ભાલા ફેંકનાર નીરજ ચોપરાનો સમાવેશ હતો.