Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Sports Update : ૧૧ વર્ષની રિલેશન અને પાંચ બાળકો બાદ રોનાલ્ડોએ કર્યાં ગર્લફ્રેન્ડ જ્યૉર્જિના સાથે લગ્ન

Sports Update : ૧૧ વર્ષની રિલેશન અને પાંચ બાળકો બાદ રોનાલ્ડોએ કર્યાં ગર્લફ્રેન્ડ જ્યૉર્જિના સાથે લગ્ન

Published : 13 August, 2026 03:08 PM | Modified : 13 August, 2026 03:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ૧૧ વર્ષના સંબંધ બાદ જ્યૉર્જિના રૉડ્રિગ્ઝ સાથે પ્રાઇવેટ સમારોહમાં લગ્ન કર્યાં. બન્નેએ સોશ્યલ મીડિયા પર લગ્નનો ફોટો શૅર કરીને ખુશખબર આપી.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જ્યોર્જીના રોડ્રિગ્ઝ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જ્યોર્જીના રોડ્રિગ્ઝ


પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ મંગળવારે એક પ્રાઇવેટ સમારોહમાં ૧૧ વર્ષના સંબંધ બાદ ગર્લફ્રેન્ડ જ્યૉર્જિના રૉડ્રિગ્ઝ સાથે લગ્ન કરી લીધાં હતાં. બન્નેએ સોશ્યલ મીડિયામાં લગ્નનો ફોટો શૅર કરીને આની જાહેરાત કરી હતી. બરાબર એક વર્ષ પહેલાં ૧૧ ઑગસ્ટે જ તેમણે સગાઈ કરી હતી. બન્નેને પાંચ બાળકો છે.

ધ હન્ડ્રેડના એલિમિનેટર માટે સનરાઇઝર્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વચ્ચે સ્પર્ધા



ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલી ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટ નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. સૅમ બિલિંગ્સના નેતૃત્વવાળી ટ્રેન્ટ રૉકૅટ્સ ૮માંથી ૬ મૅચ જીતીને પૉઇન્ટ ટેબલમાં નંબર વન બનીને ડાયરેક્ટ ફાઇનલમાં પહોંચી ગઈ છે. બીજી ફાઇનલિસ્ટ ટીમ નક્કી કરવા માટે રમાનારા એલિમિનેટરમાં IPL ફ્રૅન્ચાઇઝીની જ ટીમો વચ્ચે ટક્કર જામશે એ નક્કી થઈ ગયું છે. મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સે ૮ મૅચમાં પાંચ જીત સાથે ૨૦ પૉઇન્ટ અને ૦.૭૯૧ના બહેતર રન-રેટ સાથે એલિમિનેટરમાં સ્થાન પાકું કરી લીધું છે અને બીજી ટીમ માટે સનરાઇઝર્સ લીડ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ લંડન વચ્ચે સ્પર્ધા છે. સનરાઇઝર્સની ટીમ હાલમાં ૮ મૅચમાં પાંચ જીત અને ૨૦ પૉઇન્ટ અને ૦.૬૦૩ના રન-રેટ સાથે ત્રીજા સ્થાને છે. હવે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે સનરાઇઝર્સની ટીમને પછાડીને આગળ વધવું હશે તો તેમણે તેમની છેલ્લી લીગ મૅચમાં સારા માર્જિનથી જીત મેળવવી પડશે. એલિમિનેટર શુક્રવારે અને ફાઇનલ રવિવારે લૉર્ડ્‍સમાં રમાશે.


શ્રીલંકન ટીમમાં બે ખેલાડી સાવ નવા, બેનું ત્રણ વર્ષે કમબૅક

ભારત સામેની ટેસ્ટ-સિરીઝ માટે શ્રીલંકાએ ગઈ કાલે ૧૬ ખેલાડીઓની જાહેરાત કરી હતી, જેમાં વિકેટકીપર-બૅટર નિરોશન ડિકવેલા અને લેફ્ટ આર્મ પેસ બોલર દિલશાન મદુશન્કા ત્રણ વર્ષ બાદ ટેસ્ટ-મૅચ રમશે. રેગ્યુલર વિકેટકીપર-બૅટર કુશલ મેન્ડિસ ઇન્જર્ડ થતાં ડિકવેલાનો નંબર લાગી ગયો હતો. આ લંકન સ્ક્વૉડમાં સામેલ થયેલા બે ખેલાડીઓ, ઑફસ્પિનર કેશારા નુવાન્થા અને ટૉપ ઑર્ડર બૅટર પાસિન્દુ સૂરિયાબન્ડારા હજુ સુધી એક પણ ટેસ્ટ-મૅચ રમ્યા નથી. ધનંજય ડિસિલ્વા ટીમનો કૅપ્ટન અને કમિન્દુ મેન્ડિસ વાઇસ-કૅપ્ટન છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK