સિક્સર કિંગ યુવરાજ સિંહે ૨૦૦૭ના વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રૉડ સામે એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.
યુવરાજ સિહ
T20 વર્લ્ડ કપ 2024ના બ્રૅન્ડ ઍમ્બૅસૅડર યુવરાજ સિંહે ગઈ કાલે વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો શૅર કરી ભારતીય ટીમને ખાસ સંદેશ આપ્યો હતો. અમેરિકાના માયામી પહોંચેલી વર્લ્ડ કપ ટ્રોફી સાથે ૪૨ વર્ષના યુવરાજ સિંહે પોઝ આપ્યો હતો. ૨૦૦૭ના T20 વર્લ્ડ કપની ચૅમ્પિયન ભારતીય ટીમનો ભાગ રહેલા યુવરાજ સિંહે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ફોટો શૅર કરીને ભારતીય ક્રિકેટર્સને ટૅગ કરીને લખ્યું હતું કે ‘સારું થશે જો આ વખતે ટ્રોફી ઘરે લાવશો, કોઈ દબાણ નથી.’ સિક્સર કિંગ યુવરાજ સિંહે ૨૦૦૭ના વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રૉડ સામે એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.