ગાડીઓના શોખીન યુવરાજે ખરીદી ૪૨ લાખની કાર
યુવરાજ સિંહ નવી કાર અને પત્ની સાથે
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ સ્ટાર ઑલરાઉન્ડ યુવરાજ સિંહને મોંઘી કારનો ભારે શોખ છે. તેની પાસે અનેક મોંઘી કાર છે એમાં વધુ એકનો ઉમેરો થયો છે. યુવરાજે તાજેતરમાં મિની કૂપર કંપનીની કન્ટ્રીમૅન એસ જેસીડબ્લ્યુ સ્પોર્ટ્સ કાર ખરીદી છે અને એનો ફોટો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. આ કારની કિંમત અંદાજે ૪૨.૪૦ લાખ રૂપિયા છે. આ કાર બનાવનાર કંપનીનો દાવો છે કે આ ફક્ત સાત સેકન્ડમાં ઝીરોથી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. યુવરાજ સિંહ પાસે બીએમડબ્લ્યુ એમ૫ ઈ૬૦, બીઅમડબ્લ્યુ એક્સ ૬ એમ, ઑડી ક્યુ૫, લમ્બોર્ગિની મર્સિલેગો અને બેન્ટલી કૉન્ટિનેન્ટલ જીટી જેવી મોંઘી કાર છે, જેમાં બીએમડબ્લ્યુ એમ ૫ઈ ૬૦ યુવરાજની ફેવરિટ છે અને મોટા ભાગે એ કાર સાથે તે દેખાય છે.