ભારતીય સમય અનુસાર બપોરે ૨.૩૦ વાગ્યે ટૉસ થશે
પ્રતીકાત્મક તસવીર
WTC ફાઇનલ મૅચનું જીવંત પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને જિયોહૉટસ્ટાર ઍપ પર જોઈ શકાશે. ભારતીય સમય અનુસાર બપોરે ૨.૩૦ વાગ્યે ટૉસ થશે, પાંચેય દિવસ બપોરે ત્રણ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી રમત રમાશે. દિવસની તમામ ૯૦ ઓવર્સ પૂર્ણ કરવા રોજ ૩૦ મિનિટનો એક્સ્ટ્રા ટાઇમ પણ રાખવામાં આવ્યો છે.
લંચ, ટી-બ્રેક અને ત્રણેય સેશનનાં ટાઇમિંગ
ADVERTISEMENT
પહેલું સેશન : બપોરે ત્રણથી સાંજે પાંચ વાગ્યા સુધી
લંચ-બ્રેક : સાંજે પાંચથી ૫.૪૦ વાગ્યા સુધી
બીજું સેશન : સાંજે ૫.૪૦થી ૭.૪૦ વાગ્યા સુધી
ટી-બ્રેક : સાંજે ૭.૪૦થી રાત્રે ૮ વાગ્યા સુધી
ત્રીજું સેશન : રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી.

