Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > World cup 2019: વિરાટની સેના જાહેર, વિજય-કાર્તિકની એન્ટ્રી

World cup 2019: વિરાટની સેના જાહેર, વિજય-કાર્તિકની એન્ટ્રી

15 April, 2019 07:34 PM IST |

World cup 2019: વિરાટની સેના જાહેર, વિજય-કાર્તિકની એન્ટ્રી

ભારતીય ટીમ જાહેર

ભારતીય ટીમ જાહેર


30 મેથી શરુ થનારા વર્લ્ડ કપ પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. બધી જ આશંકાઓ વચ્ચે BCCIએ સ્પષ્ટ કર્યું છે કે કઈ ટીમ ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ માટે જશે. ટીમમાં ચોથા નંબરને લઈને ઘણા અનુમાનો લગાવવામાં આવી હતી જો કે અંતે 2019 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જાહેર થતા બધી જ આશંકાઓનો અંત આવ્યો છે. જાહેર કરાયેલી ટીમમાં વિજય શંકરને સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે અંબાતી રાયડૂ અને રિષભ પંતને સ્થાન મળ્યુ નથી.

પ્લેયર્સના સિલેક્શનને લઈને ઘણી અસ્મજંસ દર્શાવવામાં આવી રહી હતી. અંબાતી રાયડૂ, રિષભ પંત, વિજય શંકર અને દિનેશ કાર્તિક વચ્ચે રેસ ચાલી રહી હતી જો કે અંતે વિજય શંકર અને દિનેશ કાર્તિકે બાજી મારી હતી. ઓલ-રાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા, વિજય શંકર અન રવિન્દ્ર જાડેજા ટીમને સપોર્ટ કરશે.




કઈક આવી છે વર્લ્ડ કપની ભારતીય ટીમ


ઓપનર: લોકેશ રાહુલ, શિખર ધવન, રોહિત શર્મા

મિડલ ઓર્ડર: વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, દીનેશ કાર્તિક

ઓલરાઉન્ડર: વિજય શંકર, કેદાર જાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા.

સ્પિનર્સ: યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ

ફાસ્ટ બોલર્સ: ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2019 07:34 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK