પાકિસ્તાની દિગ્ગજોની આજીજી વચ્ચે હસન અલીનું ચોંકાવનારું નિવેદન
હસન અલી
૨૦૨૫માં પાકિસ્તાનમાં યોજાનારી ચૅમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાલમાં જોખમમાં છે. ભારતીય ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનમાં ભારતીય ટીમ મોકલવા માગતું નથી અને પાકિસ્તાની દિગ્ગજો તેમને પાકિસ્તાન આવવા માટે રિક્વેસ્ટ કરી રહ્યા છે. આ બધા વચ્ચે પાકિસ્તાન બોલર હસન અલીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘જો અમે ભારત જઈને રમી શકીએ છીએ તો તેઓએ પાકિસ્તાન પણ આવવું જોઈએ. ઘણા લોકોએ આ વાત ઘણી વખત કહી છે કે રમતને રાજનીતિ સાથે ન જોડવી જોઈએ. ભારતીય ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવા ઇચ્છે છે, પરંતુ રાજનીતિ, દેશ અને બોર્ડ આવું થવા દેતા નથી. જો ભારતે ન આવવું હોય તો અમારે તેમના વિના રમવું પડશે. પાકિસ્તાનમાં જ ચૅમ્પિયન્સ ટ્રોફી રમાવી જોઈએ અને જો ભારત અહીં ભાગ લેવા ન ઇચ્છતું હોય તો એનો અર્થ એ નથી કે ક્રિકેટ સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. ભારત સિવાય અન્ય ટીમો પણ છે. અમે ભારત વગર પણ ચૅમ્પિયન્સ ટ્રોફી રમી શકીએ છીએ.’


