Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૦૧ સદીના વિશ્વવિક્રમ સુધી પહોંચવા વિરાટને હવે ૧૫ સેન્ચુરી જોઈએ છે

૧૦૧ સદીના વિશ્વવિક્રમ સુધી પહોંચવા વિરાટને હવે ૧૫ સેન્ચુરી જોઈએ છે

Published : 29 September, 2026 09:44 AM | IST | Thiruvananthapuram
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ માઇલસ્ટોન પાર કરવા 30+ મૅચો છે કિંગ કોહલી પાસે

વિરાટ કોહલી

વિરાટ કોહલી


૩૭ વર્ષના વિરાટ કોહલીએ રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામે તોફાની બૅટિંગ કરીને ઇન્ટરનૅશનલ કરીઅરની ૮૬મી સદી પૂરી કરી હતી. સચિન તેન્ડુલકરના ૧૦૦ સદીના માઇલસ્ટોનની બરાબરી કરવા હવે તેને ૧૪ સદી અને રેકૉર્ડ તોડવા ૧૫ સદીની જરૂર છે.
જાહેર થયેલા શેડયુલ અનુસાર ભારત કૅરિબિયન ટીમ સામેની બે મૅચ પછી ન્યુ ઝીલૅન્ડ સામે પાંચ વન-ડે, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે ત્રણ-ત્રણ વન-ડે મૅચ રમશે. બંગલાદેશ સામેની ૩ વન-ડે મૅચની સિરીઝ ૨૦૨૫માં પોસ્ટપોન થઈ હતી એ આગામી વર્ષે જાન્યુઆરીમાં રમાવાની સંભાવના છે.
સપ્ટેમ્બર ૨૦૨૭માં બંગલાદેશમાં વન-ડે ફૉર્મેટના એશિયા કપનું પણ આયોજન છે જેમાં ગ્રુપ-સ્ટેજની બે, સુપર ફોરની બે અને નૉકઆઉટની બે સહિત ટોટલ ૬ મૅચ રમાશે.
૨૦૨૭માં ૪ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર વચ્ચે ૧૪ ટીમો વચ્ચે વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે. આ ટુર્નામેન્ટમાં ભારતની જર્સીમાં છેલ્લી વખત રમીશ એવી જાહેરાત વિરાટ કોહલી કરી ચૂક્યો છે. વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી ભારતને ૧૩ વન-ડે રમવાની તક મળશે. 
રાજકીય માહોલને જોતાં જો બંગલાદેશ સામેની વન-ડે સિરીઝ ન પણ થાય તો વિરાટ કોહલી પાસે ૧૦૦ સદીના માઇલસ્ટોન સુધી પહોંચવા માટે ૩૦થી ૩૨ મૅચો બચી છે. ઇન્જરીઓ, ખરાબ હવામાન, વરસાદ જેવાં પરિબળો વિરાટને આ માઇલસ્ટોન સુધીમાં પહોંચવામાં પડકાર આપી શકે છે.

વન-ડે વર્લ્ડ કપ 2027 સુધીનું ભારતનું શેડ્યુલ



સપ્ટેમ્બર-ઑક્ટોબર ૨૦૨૬    વેસ્ટ ઇન્ડીઝ સામે ૨ મૅચ
ઑક્ટોબર-નવેમ્બર ૨૦૨૬    ન્યુ ઝીલૅન્ડ સામે પાંચ મૅચ
ડિસેમ્બર ૨૦૨૬        શ્રીલંકા સામે ૩ મૅચ
જાન્યુઆરી ૨૦૨૭    ઝિમ્બાબ્વે સામે ૩ મૅચ
જાન્યુઆરી ૨૦૨૭    બંગલાદેશ સામે સંભવિત ૩ મૅચ
સપ્ટેમ્બર ૨૦૨૭        એશિયા કપ ફાઇનલ સુધી ૬ મૅચ
ઑક્ટોબર-નવેમ્બર ૨૦૨૭    વર્લ્ડ કપ ગ્રુપ-સ્ટેજની પાંચ મૅચ
ઑક્ટોબર-નવેમ્બર ૨૦૨૭    વર્લ્ડ કપ સુપર સેવનની ૬ મૅચ
ઑક્ટોબર-નવેમ્બર ૨૦૨૭    વર્લ્ડ કપ સેમી ફાઇનલ અને ફાઇનલ મૅચ


 મારું ધ્યાન ક્યારેય આવા માઇલસ્ટોન્સ પર રહ્યું નથી. વાત માત્ર પરિસ્થિતિને સમજવાની અને ટીમ માટે મારું કામ કરવાની છે. સિદ્ધિઓ તો આપોઆપ મળતી રહે છે
- વિરાટ કોહલી


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2026 09:44 AM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK