ફન્ડ ભેગું કરવા માટે કોહલી અને ડિવિલિયર્સ IPLની વસ્તુની કરશે લિલામી
વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ
વિરાટ કોહલી અને તેની રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરનો પ્લેયર એબી ડિવિલિયર્સ સાથે મળીને ફન્ડ ભેગું કરશે. તેમણે ૨૦૧૬ની આઇપીએલમાં ગુજરાત લાયન્સ સામે જોરદાર પાર્ટનરશિપ કરી હતી. તેમણે આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોટી ૨૨૯ રનની પાર્ટનરશિપ કરી હતી. આ પાર્ટનરશિપ દરમ્યાન બન્નેએ સેન્ચુરી મારી હતી. આ મૅચ દરમ્યાનની વસ્તુની લિલામી કરીને તેઓ કોરોના વાઇરસ માટે ફન્ડ ભેગું કરશે. આ વિશે ઇન્સ્ટાગ્રામ પર ડિવિલિયર્સે લખ્યું હતું કે ‘ક્રિકેટને કારણે મને ઘણી સારી મેમરીઝ મળી છે અને એમાંની એક છે મારી વિરાટ કોહલી સાથેની પાર્ટનરશિપ. અમે ૨૦૧૬માં ગુજરાત લાયન્સ સામે રમી રહ્યા હતા.૯૬ બૉલમાં અમે ૨૨૯ રન કર્યા હતા અને બન્નેએ સેન્ચુરી મારી હતી. અમારી ટીમ ૧૪૪ રનથી જીતી હતી. કોરોના વાઇરસને લીધે લોકોને ખાવાના સાંસા પડી રહ્યા છે ત્યારે હું અને વિરાટ તેમને મદદ કરવા માગીએ છીએ. અમે એ દિવસની અમારી વસ્તુઓની લિલામી કરવા જઈ રહ્યા છીએ અને એ રકમ સાઉથ આફ્રિકા-ઇન્ડિયા વચ્ચે અડધી-અડધી વેચવામાં આવશે.’