Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જીવનમાં મળેલી તમામ ખુશીઓ માટે આભાર માન્યો હેમા માલિનીએ

જીવનમાં મળેલી તમામ ખુશીઓ માટે આભાર માન્યો હેમા માલિનીએ

03 May, 2024 05:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધર્મેન્દ્ર સાથે લગ્નજીવનનાં ૪૪ વર્ષના સથવારાને સેલિબ્રેટ કર્યો ડ્રીમગર્લે

હેમા માલિની અને ધર્મેન્દ્ર

હેમા માલિની અને ધર્મેન્દ્ર


હેમા માલિની અને ધર્મેન્દ્રની ગઈ કાલે ૪૪મી મૅરેજ-ઍનિવર્સરી હતી. તેમને ઈશા દેઓલ અને આહના દેઓલ નામની બે દીકરીઓ છે. હેમા માલિની અને ધર્મેન્દ્રની પહેલી મુલાકાત ૧૯૭૦માં ‘તુમ હસીન મૈં જવાન’ના સેટ પર થઈ હતી અને ત્યારથી જ તેઓ પ્રેમમાં પડ્યાં હતાં. તેમણે લગભગ ૨૮ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. હેમા માલિની અને ધર્મેન્દ્રના યાદગાર ફોટોનું એક વિડિયો-કૉલાજ તેમના ફૅને બનાવ્યું છે. એ વિડિયો-કૉલાજને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હેમા માલિનીએ કૅપ્શન આપી હતી, ‘અમારી વેડિંગ-ઍનિવર્સરી છે. ૪૪ વર્ષનો અમારો આ સથવારો છે. બે સુંદર દીકરીઓ છે. અમારી આસપાસ પ્રેમાળ ગ્રૅન્ડ-ચિલ્ડ્રન છે. તેમના પ્રેમમાં અમે ગળાડૂબ છીએ. અમારા ફૅન્સ અને તેમની અસંખ્ય પ્રશંસાઓ મળે છે. આનાથી વધુ લાઇફમાં બીજું શું જોઈએ? ખુશીઓની આ જે ભેટ મળી છે એને માટે હું ભગવાનનો આભાર માનું છું. આ વિડિયો એક ફૅને બનાવ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2024 05:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK