ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ટિમ સાઉધીને ભારત સામેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝના અંત સુધી અંગ્રેજોની ટીમના સ્પેશ્યલિસ્ટ કૌશલ્ય સલાહકાર તરીકે નિયુક્ત કર્યો છે.
ઇંગ્લૅન્ડના ટેસ્ટ-ટીમ કૅપ્ટન બેન સ્ટોક્સ સાથે વાતચીત કરતો ટીમ સાઉધી
ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ટિમ સાઉધીને ભારત સામેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝના અંત સુધી અંગ્રેજોની ટીમના સ્પેશ્યલિસ્ટ કૌશલ્ય સલાહકાર તરીકે નિયુક્ત કર્યો છે. ભારત સામે ઇંગ્લૅન્ડમાં આયોજિત ૨૦ જૂનથી ચાર ઑગસ્ટ દરમ્યાનની મહત્ત્વપૂર્ણ સિરીઝ પહેલાં ટિમ સાઉધી ઝિમ્બાબ્વે સામેની આગામી ગુરુવારથી શરૂ થતી એકમાત્ર ટેસ્ટ-મૅચથી પોતાનું નવું પદ સંભાળશે.
ડિસેમ્બર ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કહેનાર આ ફાસ્ટ બોલર સલાહકારની ભૂમિકા ભજવ્યા બાદ ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ લીગમાં પણ રમતો જોવા મળશે. કિવી ટીમના આ હાઇએસ્ટ વિકેટટેકરે ૧૦૭ ટેસ્ટ-મૅચોમાં ૩૯૧ વિકેટ, ૧૬૧ વન-ડે મૅચોમાં ૨૨૧ વિકેટ અને ૧૨૬ T20 મૅચોમાં ૧૬૪ વિકેટ લીધી છે.


