નવા ટેસ્ટ કૅપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર સહિત સિનિયર ભારતીય ક્રિકેટ ટીમ ગઈ કાલે વહેલી સવારે ઇંગ્લૅન્ડ ટૂર માટે રવાના થઈ હતી. મુંબઈ ઍરપોર્ટ પર તમામ પ્લેયર્સ નવી ટ્રાવેલ-કિટમાં જોવા મળ્યા હતા.
ગૌતમ ગંભીર અને સિનિયર ભારતીય ક્રિકેટ ટીમ
નવા ટેસ્ટ કૅપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર સહિત સિનિયર ભારતીય ક્રિકેટ ટીમ ગઈ કાલે વહેલી સવારે ઇંગ્લૅન્ડ ટૂર માટે રવાના થઈ હતી. મુંબઈ ઍરપોર્ટ પર તમામ પ્લેયર્સ નવી ટ્રાવેલ-કિટમાં જોવા મળ્યા હતા. કે. એલ. રાહુલ અને કરુણ નાયર સહિતના ભારતીય પ્લેયર્સ હાલમાં ઇંગ્લૅન્ડમાં ઇન્ડિયા-A ટીમ સાથે રમીને તૈયારીઓ કરી રહ્યા છે.
નવા નામ સાથે રમાશે ટેસ્ટ-સિરીઝ
ઇંગ્લૅન્ડમાં ૨૦ જૂનથી ચાર ઑગસ્ટ વચ્ચે રમાનારી આ ટેસ્ટ-સિરીઝનું નામ ભારતના હાઇએસ્ટ રન-સ્કોરર સચિન તેન્ડુલકર અને ઇંગ્લૅન્ડના હાઇએસ્ટ વિકેટ-ટેકર જેમ્સ ઍન્ડરસનના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પહેલાં આ સિરીઝને પટૌડી ટ્રોફી નામ મળ્યું હતું. એનું નામ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર્સ ઇફ્તિખાર અલી ખાન પટૌડી અને તેમના દીકરા મન્સૂર અલી ખાન પટૌડીના સન્માનમાં રાખવામાં આવ્યું હતું.

