Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મહેન્દ્ર સિંહ ધોનીને પછાડીને T20 ઇન્ટરનૅશનલમાં સૌથી સફળ ભારતીય કૅપ્ટન બન્યો રોહિત શર્મા

મહેન્દ્ર સિંહ ધોનીને પછાડીને T20 ઇન્ટરનૅશનલમાં સૌથી સફળ ભારતીય કૅપ્ટન બન્યો રોહિત શર્મા

Published : 07 June, 2024 10:23 AM | IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬૦૦ ઇન્ટરનૅશનલ સિક્સર ફટકારનાર દુનિયાનો એકમાત્ર ક્રિકેટર પણ બન્યો

રોહિત શર્મા

T20 World Cup

રોહિત શર્મા


ન્યુ યૉર્કમાં ૧૦૦ દિવસની અંદર તૈયાર થનાર નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આયરલૅન્ડ સામે વિજય મેળવીને રોહિત શર્મા T20 ઇન્ટરનૅશનલમાં ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડીને સૌથી સફળ ભારતીય કૅપ્ટન બન્યો છે. પંચાવન મૅચમાંથી રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતે ૪૨ જીત મેળવી છે, જ્યારે ધોનીની કૅપ્ટન્સીમાં ૭૩માંથી ૪૧ મૅચ જીતી હતી. વિરાટ કોહલીએ પોતાના નેતૃત્વમાં ભારતને ૫૦માંથી ૩૦ મૅચમાં જીત અપાવી હતી. આયરલૅન્ડ સામેની મૅચમાં ૩ સિક્સર ફટકારીને રોહિત શર્મા ૬૦૦ ઇન્ટરનૅશનલ સિક્સર ફટકારનારો દુનિયાનો એકમાત્ર ક્રિકેટર બન્યો હતો. રોહિત શર્માએ T20 ઇન્ટરનૅશનલમાં ત્રીસમી હાફ સેન્ચુરી ફટકારી હતી, ૪૦૦૦ રન પૂરા કર્યા હતા અને T20 વર્લ્ડ કપમાં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા.


સૌથી વધુ ઇન્ટરનૅશનલ સિક્સર ફટકારનાર બૅટર



રોહિત શર્મા    ૬૦૧ 
ક્રિસ ગેઇલ    ૫૫૩
શાહિદ આફ્રિદી    ૪૭૬
બ્રેડન મૅક્લમ    ૩૯૮
માર્ટિન ગપ્ટિલ    ૩૮૩


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2024 10:23 AM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK