આભિનેતાએ લખ્યું “મને સિનેમા ખૂબ ગમે છે, મને એવા લોકો ગમે છે જે વમળમાં ઉતરી જાય છે અને વાર્તાને નિયંત્રણમાં લેવા દે છે, તેમને ત્યાં સુધી શેક કરે છે જ્યાં સુધી તેઓ જે કહેવા માગે છે તે સ્ક્રીન પર ન આવી જાય. ‘ધુરંધર’ તેનું એક ઉદાહરણ છે.
હૃતિક રોશન અને રણવીર સિંહ
રણવીર સિંહની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ, ‘ધુરંધર’ બૉક્સ ઑફિસ પર પણ ધૂમ મચાવી રહી છે. માત્ર પાંચ દિવસમાં, ‘ધુરંધર’નું કુલ બૉક્સ ઑફિસ કલેક્શન લગભગ રૂ. 160 કરોડ સુધી પહોંચી ગયું છે. બૉલિવૂડ સેલિબ્રિટીઓ પણ ફિલ્મના સિનેમેટિક પ્રદર્શનની પ્રશંસા કરી રહ્યા છે. હવે, અભિનેતા હૃતિક રોશને પોતાનો રિવ્યૂ શૅર કર્યો છે.
હૃતિક રોશને ‘ધુરંધર’ને રિવ્યૂ કર્યું
ADVERTISEMENT
આભિનેતાએ લખ્યું “મને સિનેમા ખૂબ ગમે છે, મને એવા લોકો ગમે છે જે વમળમાં ઉતરી જાય છે અને વાર્તાને નિયંત્રણમાં લેવા દે છે, તેમને ત્યાં સુધી શેક કરે છે જ્યાં સુધી તેઓ જે કહેવા માગે છે તે સ્ક્રીન પર ન આવી જાય. ‘ધુરંધર’ તેનું એક ઉદાહરણ છે. વાર્તા કહેવાની રીત ગમી. તે સિનેમા છે. હું તેના રાજકારણ સાથે અસંમત હોઈ શકું છું, અને વિશ્વના નાગરિક તરીકે આપણે ફિલ્મ નિર્માતાઓએ જે જવાબદારીઓ નિભાવવી જોઈએ તે વિશે દલીલ કરી શકું છું. તેમ છતાં, સિનેમાના વિદ્યાર્થી તરીકે મને આ ફિલ્મ કેટલી ગમી અને તેમાંથી શીખ્યા તે અવગણી શકતો નથી.”
હૃતિકે આગળ લખ્યું “હજી પણ ‘ધુરંધર’ને મારા મગજમાંથી કાઢી શકતો નથી. આદિત્ય ધર તમે એક અદ્ભુત નિર્માતા છો. ફિલ્મમાં રણવીર સિંહની જર્ની શાંત થી ઉગ્ર સુધી કેટલી સફર અને ખૂબ જ સુસંગત હતી. અક્ષય ખન્ના હંમેશા મારી પ્રિય રહ્યા છે અને આ ફિલ્મ શા માટે તે સાબિત કરે છે. ઍકટર મૅડી બ્લડી મૅડ ગ્રેસ, તાકાત અને ગૌરવ!! પણ યાર રાકેશ બેદી તે જે કર્યું તે અસાધરણ હતું. શું ઍક્ટ હતું, શાનદાર !! બધા માટે તાળીઓનો ગડગડાટ, ખાસ કરીને મેકઅપ અને પ્રોસ્થેટિક્સ વિભાગ માટે! હું ભાગ 2 ની રાહ જોઈ શકતો નથી!!!” જોકે હૃતિકના આ રિવ્યુએ લોકોના તેની સામેના મતને બે ભાગમાં વિભાજિત કરી દીધા છે.
ધુરંધર ફિલ્મ વિશે
‘ધુરંધર’ એક યુવાન, રહસ્યમય માણસ, હમઝા અલી મજારી (એક ભારતીય જાસૂસ) ની વાર્તા છે, જે પાકિસ્તાનમાં રહેમાન ડકેટની ગૅન્ગમાં જોડાય છે, પરંતુ તે તેનો ગુપ્ત હેતુ છે. તે એક કારણસર એક પ્રભાવશાળી પાકિસ્તાની રાજકારણીની પુત્રી સાથે લગ્ન કરે છે. એવું બહાર આવ્યું છે કે હમઝા પાકિસ્તાનમાં એક ભારતીય જાસૂસ છે, જે અંડરવર્લ્ડમાં ઘૂસણખોરી કરે છે અને તેમની પ્રવૃત્તિઓની વિગતો લીક કરે છે. ‘ધુરંધર’માં રણવીર સિંહ, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન, સારા અર્જુન અને રાકેશ બેદી જેવા કલાકારો પણ છે, તેમની સાથે સારા અર્જુનની આ ડેબ્યૂ ફિલ્મ પણ છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ‘ધુરંધર’નો બીજો ભાગ 19 માર્ચ, 2026 ના રોજ સિનેમાઘરોમાં આવશે.


