વિશે ૩૨૫ વન-ડે મૅચ રમવાનો અનુભવ ધરાવતા ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ વૉએ મહત્ત્વપૂર્ણ કમેન્ટ કરી છે
સ્ટીવ વૉ
T20 અને T10 ક્રિકેટના યુગમાં ૫૦-૫૦ ઓવરનું વન-ડે ફૉર્મેટ ટકી રહેશે કે કેમ એની ચર્ચા ચાલી રહી છે. આ વિશે ૩૨૫ વન-ડે મૅચ રમવાનો અનુભવ ધરાવતા ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ વૉએ મહત્ત્વપૂર્ણ કમેન્ટ કરી છે. તેમણે ટેસ્ટ-મૅચ રમનાર દરેક પ્લેયરને સમાન ફી આપવા ફરી એક વાર તરફેણ કરી હતી.
એક ઇન્ટરવ્યુમાં ૫૯ વર્ષના સ્ટીવ વૉ કહે છે, ‘દરેક વ્યક્તિ એવું વિચારે છે કે વન-ડે ક્રિકેટ ટકી શકશે નહીં, પરંતુ વર્લ્ડ કપ છે જેનું રેટિંગ ખૂબ ઊંચું છે અને લોકોને એ ગમે છે. વર્લ્ડ કપ પછી એમાં રસ ઘટે છે અને પછી ફરી વધે છે. આવી જ પરિસ્થિતિ છે, આપણે હાલમાં ત્રણેય ફૉર્મેટમાં કોઈ પ્રકારનું સંતુલન જોઈ રહ્યા છીએ. ત્યાર બાદ T10નું પ્રેશર પણ છે જે ક્રિકેટને ચાર ફૉર્મેટ તરફ દોરી શકે છે. મને ખબર નથી કે એ કેવી રીતે કાર્ય કરશે, પરંતુ એ હાલમાં કાર્ય કરી રહ્યું છે. વર્લ્ડ કપ વન-ડે ક્રિકેટ માટે મહત્ત્વપૂર્ણ છે, એ ઑલિમ્પિક્સ જેવો જ છે. દર ચાર વર્ષે વર્લ્ડ કપ રમાય છે.’

